SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સંત.... ભાગ-૨ ૩૩૦ ........રામ-લક્ષ્મણને ઉપાલમ્ભ પણ નથી આપી શકતા અને આવી માંગણીઓ પણ નથી કરી શકતાં. નિ:સ્વાર્થી અને સાચા ભક્ત હોવાના કારણે ઉપાલમ્ભ આપતાં કાલુી ભરેલા શબ્દોથી શ્રી ભરતજી પોતાના વડીલબંધુ શ્રી રામચંદ્રજી પ્રત્યે કહે છે કે “હે પૂજ્ય ! એક અભક્તને ત્યજીને ચાલ્યા જાઓ, તેમ મારા જેવા ભક્તને ત્યજીને આપ અહીં સુધી પધાર્યા જ કેમ ?" આ પ્રશ્નનો શ્રીરામચંદ્રજી ઉત્તર આપે તે પહેલાં શ્રી ભરતજી પોતાના તે પૂજ્ય પ્રત્યે પોતાની માગણીઓ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરતાં કહે છે કે, “હે ભાઈ ! આ આપના પરમભક્ત એવા લઘુબંધુ ઉપર તેની માતાના દોષથી રાજ્યના અર્થીપણાનો કારમો અપવાદ આવ્યો છે અને એ કારમા અપવાદને હરવો એ આપની ફરજ છે. એ હરવા માટે આપ મારી બે માંગણીઓ પૈકીની એક માંગણી સ્વીકારો.” "આ બે માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે : (૧) સેવકને આપ આપની સાથે વનમાં લઈ જાઓ.” આ માંગણીનો જો સ્વીકાર ન કરી શકો તો બીજી માંગણી એ છે કે- (૨) “કૃપા કરીને આપ પાછા ફરી અયોધ્યામાં પધારીને રાજ્યલક્ષ્મીનો આશ્રય કરો.” આ બેય માંગણીઓ રજૂ કર્યા બાદ પોતાની માંગણીઓનો, પોતાના પૂજ્ય ઇન્કાર ન કરે એથી શ્રી ભરતજી પોતાના બંધુ પ્રત્યે કહે છે કે “હે પૂજ્ય ! આ બેમાંથી એક પણ માંગણીના સ્વીકારથી આ સેવક ઉપરનો અપવાદ સહેલાઈથી ટળી જશે અને પરમકૃપાળુ આપ જો રાજ્યનો સ્વીકાર કરશો તો-તો આ જગતના મિત્ર શ્રી લક્ષ્મણજી આપના અમાત્ય બનશે, આ સેવક આપનો પ્રતિહાર બનશે અને શત્રુઘ્ન આપનો છત્રધર બનશે.” આ રીતની ઉપાલપૂર્વકની યાચનાઓના-માંગણીઓના ઉત્તરમાં શ્રી રામચંદ્રજી કંઈપણ બોલે એ પહેલાં તો શ્રીમતી RA કૈકેયીદેવી શ્રી રામચંદ્રજી આગળ સહજ પણ અચકાયા વિના પોતાના કારમા દોષોના એકરાર સાથે પોતાના પુત્રના વચનને માનવાની માંગણી દીનતાભર્યા શબ્દોથી ક્ષમા યાચનાપૂર્વક કરે છે. ઉભયપક્ષની ઉત્તમતાનું સુંદર પરિણામ આવા પ્રકારની ઉપાલમ્ભપૂર્વકની માંગણીઓના ઉત્તરમાં શ્રી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy