SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સિત... ભાગ-૨ રિમ-લક્ષ્મણ રાજ્ય ન લેવાની અહીં હરિફાઈ છે. શ્રી દશરથ મહારાજાના સંયમ પ્રસંગે પિતાના વચન ખાતર રામચંદ્રજીએ રાજ્ય, દેશ, નગરી અને કુટુંબ-પરિવાર વગેરે સઘળું જ છોડ્યું ! આનું નામ પિતૃભક્તિ છે ! પતિ વગર પૂછ્યું ગયા તો પણ મહાસતી શ્રીમતી સીતાદેવીએ આ વીસમી સદીમાં ચાલતા હક્કો સવાલ ન કર્યો. નાનો ભાઈ શ્રી લક્ષ્મણ કે જેને શ્રી રામચંદ્રજી ઉપર પૂરેપૂરો પ્રેમ છે. તેને પણ હદયમાં એમ નથી આવતું કે મને કેમ કહે નહિ? આ બધું જાણ્યા પછી વિચારો કે આજે ભાઈ-ભાઈના અને પિતા-પુત્ર આદિના સંબંધ કેવા વિલક્ષણ છે ? સાધુપણું નહિ પણ સાચા પિતા આદિ તો બનવું છે ને ? આજે તમે ઘરબારી છતાં તમે છતી સામગ્રીએ પણ જેવા સુખી દેખાવા જોઈએ તેવા દેખાતા નથી. છે કારણકે ઘરના પાંચ માણસોમાં પણ પરસ્પર વિશ્વાસ અને જે પરસ્પરના કલ્યાણની ભાવના નથી. એટલું જ નહિ પણ સૌ સૌના સ્વાર્થમાં ચકોર બનીને બેઠા છે, જ્યારે અહીં એ ખૂબી છે કે રાજ્ય કોઈ લેતું નથી. એટલે કે રાજ્ય ન લેવાની મારામારી છે અને એની હરિફાઈ છે, બોલાવવા છતાંપણ રામ ન આવવાથી શ્રી દશરથ મહારાજા ભરતને કહે છે કે, “રામ-લક્ષ્મણ ન આવ્યા તે કારણથી તું રાજ્ય લે અને દક્ષાના વિદ્ગ માટે ન થા.' આના ઉત્તરમાં શ્રી ભરત કહે છે કે, “કોઈપણ ભોગે આ રાજ્ય હું નહિ લઉં. પણ જાતે જઈને પણ મારા મોટાભાઈને પ્રસન્ન કરીને અહીં લાવીશ.” આ રીતે શ્રી ભરત માતાની ઈચ્છાથી વિરુદ્ધ થાય છે અને પિતાશ્રી કહે છે તો પણ રાજ્ય લેવાનો ઈન્કાર કરે છે. શ્રી ભરતની આ પ્રવૃત્તિને શાસ્ત્રવિરુદ્ધ કહી શકાય તેમ નથી. કારણકે જિનેશ્વરદેવના શાસનમાં ગમે તેની અને ગમે તેવી આજ્ઞા માનવી એવો આગ્રહ છે જ નહિ. માતા-પિતાની ભક્તિનું વિધાન છે કરનાર જૈન શાસ્ત્રોમાં માતાપિતાની પાપાજ્ઞા માનવાનો નિષેધ છે. Ro_માતાપિતાનું બહુમાન, સન્માન, સેવા, ભક્તિ કરવાની આજ્ઞા છે. હ પણ તે આત્મહિતની વચમાં ન આવે ત્યાં સુધી. આ જ કારણે આવી અનિષ્ટ પરિસ્થિતિ ઉભી કરનાર માતા શ્રીમતી કૈકેયી પ્રત્યે શ્રી કું ભરતને આક્રોશ આવે છે અને એમના મનમાં એમ થાય છે કે, મને રએમ થાય છે કે આવી માતા ક્યાંથી મળી ?” [( BAUG
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy