SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે જો કૃત્યનું જ પ્રમાણપણું માનીએ તો રજોહરણ અને મુખવસ્ત્રિકા તથા પ્રતિલેખના આદિ ક્રિયાઓના વિલોપની આપત્તિઓ આવશે. કારણકે શ્રી તીર્થંકર મહારાજાઓ રજોહરણ અને મુખવસ્ત્રિકા રાખતા નથી અને પડિલેહણા આદિ ક્રિયાઓ કરતા નથી. એ કારણે કૃત્યને પ્રમાણરૂપ માનનારાઓએ રજોહરણ અને મુહપત્તિને તજી દેવી પડશે. અને પ્રતિલેખના આદિ ક્રિયાઓને કરવાનું માંડી વાળવું પડશે. શાસ્ત્રોમાં પણ આજ્ઞાનું જ પ્રાધાન્ય ફરમાવ્યું છે, પણ (તેમનાં) કૃત્યનું પ્રાધાન્ય ફરમાવ્યું નથી. આ ઉપરથી સ્પષ્ટ કહે છે કે શ્રી તીર્થંકર મહારાજાઓની આજ્ઞા એ જ પ્રધાન છે. અને પ્રમાણરૂપ છે. પણ કૃત્ય નહિ. કૃત્ય અયોગ્ય છે માટે પ્રધાન અને પ્રમાણરૂપ નથી એમ નથી. પણ અન્ય આત્માઓ માટે એ અશક્ય અને હિતકર ન નીવડે એમ હોવાથી પ્રધાન અને પ્રમાણરૂપ નથી. આ જ હેતુથી ઉત્તમ પુરુષોના જીવનની કરણીયતામાં કલ્પાતીત અને કલ્પયુક્તને લગતો વિવેક અવશ્ય કરણીય છે. ઉત્તમ સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતાના યોગે વનમાં પ્રયાણ કરવા છતાં પણ શ્રી રામચંદ્રજી આદિ ત્રણે સહજપણે ગ્લાનિને પામ્યા વિના વિકસિત વદને જેમ વિલાસના ઉપવનમાં જવાને નીકળે તેમ વનમાં જવા માટે અયોધ્યામાંથી નીકળ્યા. અયોધ્યા નગરીના લોકોની મનોદશા આ રીતે સર્વસ્વનો પરિત્યાગ કરી પિતૃભક્તિ, પતિભક્તિ અને વડીલની સેવા માટે નીકળવું એ સહજ નથી. સુસંસ્કારિતા અવસ્થામાં જ આ વસ્તુ સંભવી શકે છે. આવા પુણ્યાત્માઓનું અનુકરણ કરવું એ આવા પુરુષોના જીવન શ્રવણનું ફ્ળ છે. આવા અનુકરણીય જીવનને ધરનારા આત્માઓ જે નગરીમાંથી નીકળે તે નગરીના લોકોને કેટલું દુ:ખ થાય એ કલ્પનામાં ન આવી શકે એમ નથી. એ છતાં પણ એ ત્રણેના નીકળવાથી નગરીના લોકોને શું થયું એનું વર્ણન કરતા કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, પ્રાગૈરવ વિનર્યમિ मैथिली राम-लक्ष्मणैः વૈષ્ટાં નરાશ્વ નાર્યશ્વ, નાર્યા નેમિરે હામ્ - 2 શ્રી શમચન્દ્રજીનો ૩૧૩ વનવાસ...૧૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy