SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Bilde / રામ-લક્ષમણને ' સાંભળીને શ્રી લક્ષ્મણજી એકદમ કોપાયમાન થઈ ગયા. એ કારમાં સમાચારના અચાનક શ્રવણથી, શ્રી લક્ષ્મણજીના હૃદયમાં ક્રોધરૂપ અગ્નિ એકદમ સળગી ઉઠ્યો. ‘વડીલ બંધુ વનવાસ માટે ચાલી નીકળ્યા.' આવા પ્રકારના દુઃખદાયક સમાચાર સાંભળીને જેમને અંતરમાં એકદમ ક્રોધરૂપ અગ્નિ સળગી ઉઠ્યો છે. એવા શ્રી લક્ષ્મણજી હૃદયમાં એ વિચારવા લાગ્યા કે, ऋजुस्तात: प्रकृत्यापि, प्रकृत्यानृजवः स्त्रियः । इयच्चिरं वरं धृत्वा, याचते सान्यथा कथम् ।। ढत्तमेतावता राज्य, भरताय महीभुजा । અવનીતળ સ્વસ્થ, તા નચ્છ f / निर्भयः सांप्रतं हृत्वा, भरतात् कुलपांसनात् । नस्यामि राज्यं किं रामे, विरामाय निजक्रुधः ।। अथवासौ महासत्त्व - स्तृणवढ़ाज्यमुज्झितम् । रामो नादास्यते दुःखं, तातस्य तु भविष्यति । तातस्य च मा भूढ्ढुःखं, राजास्तु भरतोऽपि हि । अहं त्वनुगामिष्यामि रामपादान पदातिवत् ।। પિતાજી પ્રકૃતિથી સરળ છે અને સ્ત્રીઓ સ્વભાવથી જ વક્ર હોય છે, અન્યથા તે ભારતની માતા કૈકેયી આટલા લાંબા સમય સુધી વરદાનને ધરી રાખીને બરાબર આ જ સમયે કેમ માંગે ? આટલા માત્રથી મહારાજાએ ભરતને રાજ્ય આપ્યું એટલે પિતાજીએ પોતાનું ઋણ દૂર કરી નાખેલું હોય છે. અને અમારી પણ પિતાની ઋણની ભીતી નષ્ટ થઈ ગઈ છે. આથી હાલમાં નિર્ભય બનેલો હું મારા પોતાના ક્રોધના વિરામ માટે શું કુલામ ભારત પાસેથી રાજ્યને હરી લઈને શ્રી રામચંદ્રજી ઉપર સ્થાપન કરું ? અથવા મહાસત્ત્વશાળી શ્રી રામચંદ્રજી તૃણની જેમ તજી ઘધેલા રાજ્યને ગ્રહણ નહીં કરે અને પિતાજીને તો અવશ્ય દુ:ખ થશે જ. માટે પિતાજીને દુઃખ ન થાઓ અને ભારત પણ રાજા હો તથા હું તો એક પઘતિની જેમ પૂજ્ય એવા શ્રી રામચંદ્રજીની પાછળ જઈશ." એકદમ ક્રોધાયમાન થઈ ગયેલ શ્રીલક્ષ્મણજી ક્રોધના 9 આવેશમાં શ્રીમતી કૈકેયી ઉપર તો કોપાયમાન થઈ ગયા પણ શ્રી ઉં ભરત ઉપર કોપાયમાન થઈ ગયા. એ ખરે જ આવેશની અનિષ્ટતા
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy