SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સતત ભાગ-૨ રિામ-લક્ષ્મણને હાનિ પહોંચવા રૂપ ઉભય આફતમાંથી ઉગરી શકે તેમ નથી.' આ વાતની પોતાને ખાત્રી થઈ કે તરત જ પોતાના હૃદયમાં વનવાસ સ્વીકારવાનો સુદઢ નિશ્ચય કરી લીધો અને એ નિશ્ચયને જાહેર કરતાં તે શ્રી દશરથમહારાજાને ઉદ્દેશીને એ પ્રમાણે બોલ્યાં કે रामो राजानमित्यूचे, भरतो मयि सत्यसौ । राज्यं नादास्यते, तस्माद्वनवासाय याम्यहम् ॥ “હે પિતાજી ! એ વાત સુનિશ્ચિત છે કે આ ભરત મારી હાજરીમાં રાજ્યનો સ્વીકાર નહીં કરે, તે કારણથી હું રાજધાની આદિનો પરિત્યાગ કરી વનવાસ માટે જાઉં છું.” આ પ્રમાણે જણાવવા માત્રથી જ પિતાની અનુજ્ઞા ૨૮૨ લઈને અને ભક્તિપૂર્વક રાજાને નમસ્કાર કરીને ધનુષ્ય અને બાણોને રાખવાનું ભાથું ધરનારા શ્રી રામચંદ્રજી, ઉચ્ચ સ્વરે શ્રી ભરત રોતો હતો તેની પણ પરવા કર્યા વિના એકદમ ચાલી નીકળ્યા. | સ્નેહાધીનતાનું કારમું પરિણામઃ આવું અતકિત પરિણામ આવેલું જોઈને શ્રી દશરથમહારાજા સ્નેહની આધીનતાના પ્રતાપે આકુળ-વ્યાકુળ બની ગયા. શ્રી રામચંદ્રજીને વનવાસ માટે જતા જોઈને શ્રી દશરથમહારાજાની કેવી દશા થઈ એનું વર્ણન કરતાં કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે : वनवासाय गच्छन्तं, दृष्ट्वा दशरथः सुतम् । भूयो भूयो ययौ मूर्छा-मतुच्छां स्नेहकातरः ॥ “શ્રી રામચંદ્રજી જેવા પુત્રને વનવાસ માટે જતો જોઈને સ્નેહથી અવૈર્યવાન બની ગયેલા શ્રી દશરથમહારાજા વારંવાર ભારે મૂર્છાને પામવા લાગ્યા.” સ્નેહરાગ વિરક્ત આત્માને પણ કેવો સતાવે છે એ જોવા અને સમજવા માટે આ પ્રસંગ અનુપમ છે. સ્નેહરાગને આધિન બનેલા આત્માઓ અવસરે ધીરતાને નથી જ ધરી શકતા. સ્નેહરાગની વિવશતા આત્માને વિહ્વળ બનાવ્યા વિના રહેતી જ નથી. સ્નેહરાગ આત્માને સંસારમાં જકડી રાખનાર છે. એ સ્નેહરાગને ત્યજ્યા વિના સંયમની આરાધના થવી એ ઘણું જ કઠણ કામ છે. સ્નેહરાગ આત્માને એવી રીતે સતાવ્યા કરે છે કે જેના પરિણામે આત્મા મૂંઝવણમાં મૂકાયા વિના રહેતો જ નથી. શ્રી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy