SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ &-0:00 રામ-લક્ષમણને ગયેલા શ્રી ભરતજી, પોતાના પિતાજી પ્રત્યે પ્રેમ ભરેલા શબ્દોમાં કહે છે કે, सो भणड़ नत्थि कज्ज, रज्जेणं महं करेमि पव्वज्जं । मा तिव्वदुक्खपउरे, ताय ! भमिस्सामि संसारे ॥१॥ હે તાત ! મારે રાજ્યનું કામ નથી, હું તો પ્રવ્રજ્યા અંગીકાર કરું છું. જેથી તીવ્ર દુઃખોથી ભરેલા સંસારમાં હું ભમીશ નહિ.” પુત્રના આવા સ્પષ્ટ ઉત્તરથી પણ રાજ્યની વ્યવસ્થાના વિચારને વિવશ બનેલા શ્રી દશરથમહારાજા ઉપર કશી જ અસર ન થઈ. ખરેખર, મોહની પરાધીનતા અજબ છે. મોહને વશ બનેલા આત્મા આત્મભાન ભૂલી જાય છે. સંયમ લેવાને સજ્જ બનેલા મહારાજા પણ મોહના પ્રતાપે પુત્રને ઉલ્ટી સલાહ દેવાનું સાહસ કરતાં અચકાયા નહિ અને સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે "अणुभवसुपुत्त सोक्खं, सारं अणुस्सयस्स जम्मस्स। તેં પચ્છિન્ન ઋનેિ, નિવિરહિi fસ ?????” હે પુત્ર ! મનુષ્યજન્મના સારભૂત વિષયસુખનો તું પ્રથમ અનુભવ કર અને તે પછીના કાળમાં તું શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી દીક્ષા ગ્રહણ કરજે !” પિતાની આવી કારમી સલાહથી ભરત ઘણા જ તાજુબ થઈ ગયા અને તાજુબીના યોગે તેમણે પોતાના પિતાને પણ સુંદર ચેતવણી આપતા ફરીથી પણ એ પ્રમાણે કહેવા માંડ્યું કે, tā તાર: મોહસ Adooને, ન ય ઘન-વિદ્ધ-તળ, मच्चू पडिवालड़ कोई। “હે પિતાજી! આપ શા માટે આવા અકાર્યમાં મોહ પામો છો ? કારણકે બાળ, વૃદ્ધ કે તરૂણ કોઈના પણ મરણને કોઈ (કોઈપણ કાળે અને કોઈપણ એ પ્રકારે) રોકી શકતું નથી.” RD2 અર્થાત્ હે પિતાજી ! મરણને પરાધીન આત્માઓને સંસારમાં રહેવાની સલાહ આપવી એ આપ જેવાને કોઈપણ રીતે યોગ્ય નથી. આપ જેવા પણ આવા કાર્યમાં મૂંઝાશો તો અન્યનું શું થશે ? આપે કોઈપણ રીતે આવા કાર્યમાં મૂંઝાવું જોઈએ નહીં, કારણકે આ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy