SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાપણાની કિંમત સમજનારા પિતાઓ વાંઝીયા રહેવાનું પસંદ કરે છે. આ વાતને તેઓ જ સમજી શકે છે કે જેઓ પિતાપણાની અને પુત્રપણાની કિંમતને સમજતા હોય, જે કુળોમાં પિતા પિતાપણાની ફરજને નથી સમજતા અને પુત્રો પુત્રપણાની ફરજને નથી સમજતા તે કુળોની કેવી દુર્દશા હોય છે એ આજે અપ્રત્યક્ષ-અજાણ્યું નથી. એ જ રીતે ભાતૃભાવ માટે સમજવાનું છે. એક ભાઈ બીજા ભાઈનો ઉત્કર્ષ ન સહી શકે એ ભાતૃભાવનું ખૂન નહિ તો બીજું શું ? સંસારમાં પણ સુખી રહેવા ઇચ્છતા આત્માઓએ નિ:સ્વાર્થવૃત્તિ કેળવ્યા વિના છૂટકો જ નથી જીવનમાંથી જરૂરી ઉદારતાથી પણ પરવારી બેઠેલાઓ કદી પણ સુખી થઈ શકતા નથી. જીવનમાં જોઈતી ઉદારતાને ધરનારા આત્માઓ અવસરે ફરજનું પાલન સુંદરમાં સુંદર રીતે કરી શકે છે. ફરજનું સારામાં સારી રીતિનું પાલન કરાવનારી સુસંસ્કારિતા, નિ:સ્વાર્થવૃત્તિ અને અવશ્ય જોઈતી ઉઘરતાનો એ પ્રતાપ છે કે અપરમાતાની આવી કારમી માંગણી જાણવા છતા પણ નારાજ થવાને બદલે પ્રફુલ્લિત થઈને પ્રસન્ન વદને આપને પૂછવાની જરૂર પણ ન હતી કારણકે આપ માલિક છો અને હું આપનો એક અદનો સેવક છું, તથા એ જ કારણે આપની ઇચ્છામાં નિષેધ કરવાનો કે અનુમતિ આપવાનો મને અધિકાર નથી. આપે તો મારા ઉપરની કૃપાથી પૂછ્યું પણ આજથી જનતામાં હું અવિનીત ઠરીશ એથી મને દુ:ખ થાય છે.' આ પ્રમાણે પોતાના પિતા સમક્ષ કહીને શ્રી રામચંદ્રજીએ વિનવ્યું કે, “હે પિતાજી ! ભરત પણ હું જ છું અને હું અને શ્રી ભરત બંનેય આપને મન એકસરખા જ છીએ. માટે આપ ઘણા જ આનંદપૂર્વક ભરતને રાજ્ય ઉપર અભિષિક્ત કરો.” આ પ્રમાણેના શ્રી રામચંદ્રજીના વચનને સાંભળીને શ્રી દશરથ મહારાજા પરમ પ્રીતિને પણ પામ્યા અને વિસ્મયપણાને પણ પામ્યા. એક રાજગાદી હાર, સર્વ રીતે યોગ્ય અને સર્વમાન્ય એવો આદર્શ પરિવારની આદર્શ વાતો...૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy