SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ છે થઈ છે. ઉપર અનાદિથી છે એટલે એ સત્તા છેક છેલ્લી ઘડી સુધી આત્માને દબાવ્યા જ કરે છે. એ જ કારણે જ્ઞાનીઓ આત્માને સદાય સાવધ રહેવાનું ફરમાવે છે. “સમર્વ કાયમ મા પમાયણ' હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કરે. આ ઉપદેશ પણ એને જ આભારી છે અસાવધ આત્માને મોહ ફસાવ્યા વિના રહેતો જ નથી. એ જ કારણે અન્ય દર્શનો પણ વૈરાગ્યના પરિણામનો અમલ ઝટ કરવાનું કહે છે. વધુમાં શ્રી ભરતની વિચારણા એ પણ સમજાવે છે કે આ શરીરની રક્ષાના મનોરથો પણ વ્યર્થ છે. કારણકે એ ક્ષણભંગુર છે અને બંધુઓની ચિંતા પણ ફોગટ છે. કેમકે તેઓ પણ કર્મવશવતિપણાને લીધે આ સંસારમાં વિવિધ પ્રકારની અવસ્થાઓનો અનુભવ કર્યા જ કરે છે. તથા મોહથી અંધ બનેલો આત્મા આ દુઃખરૂપી વૃક્ષોથી વ્યાપ્ત એવા આ ભવરૂપ અરણ્યમાં ને અરણ્યમાં જ આથડ્યા કરે છે. માટે જ મોહવશ આત્માને અનેક આપત્તિઓથી ભરેલા આ ભવારણ્યમાં ભટક્યા સિવાય અન્ય કશું જ કરવાનું નથી હોતું. આ જ હેતુથી ઉપકારીઓ ફરમાવે છે કે કલ્યાણની કામનાવાળા આત્માઓએ મોહને આધિન થઈ શરીર અને સંબંધીઓની મમતામાં ફ્રાઈ નહિ પડતા આત્મહિતની સાધનામાં જ સજ્જ બનવું જોઈએ અને અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ મોક્ષમાર્ગની આરાધનામાં એકાંતે સમર્પિત થઈ જવું જોઈએ. મોહમશ્ન કેકેયીની શોકભરી વિચારણા પ્રવ્રયા માટે ઉત્સુક બનેલા પોતાના પિતાના દર્શન માત્રથી પ્રતિબદ્ધ બનીને વિચારમગ્ન બનેલા શ્રી ભરતને જોઈને સર્વ કળાઓમાં કુશળ શ્રીમતી કૈકેયીદેવી સમજી ગયા કે ખરેખર, જ ભરત પ્રતિબોધ પામ્યો છે. એ પ્રમાણે સમજવાથી મોહમગ્ન શ્રીમતી કૈકેયીદેવીના હૃદયમાં એકદમ શોક ઉત્પન્ન થયો. શોકથી ભરાઈ ગયેલા હદયે શ્રી કૈકેયીદેવીએ મોહની પરાધીનતાના કારણે વિચાર્યું કે, આદર્શ યરિવારને ૮દર્શ વ ...૧૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy