SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સીતા... ભાગ-૨ ८ ........રામ-લક્ષ્મણને ×× પરંતુ આજે તો શ્રાવકકુળની પ્રાપ્તિની સાર્થકતા પણ બીજી જ વસ્તુઓની પ્રાપ્તિમાં કેટલાકોએ માની લીધી છે, અન્યથા, જ્યાં કેવળ ત્યાગનાં જ વહેણ વહેવા જોઈએ અને જ્યાં આવીને શ્રાવકો કેવળ ત્યાગ સરિતામાં ઝીલવા ઈચ્છે, ત્યાંથી અર્થ-કામના ઉપદેશ સાંભળવાની એક સ્ફુરણા સરખીય કેમ થાય ? અને આવી શ્રી વીતરાગ ભગવંતની પાટ પર બેસીને ત્યાગમાર્ગને બદલે એના નાશક એવા અર્થ-કામનો ઉપદેશ પણ કેમ અપાય ? માટે ભાગ્યવાનો! સમજો કે શ્રાવક જીવનની મહત્તા વિરતિની ઉપાસનામાં રહેલી છે, અને તેમાં શ્રી વજ્રબાહુ જેવાના દૃષ્ટાંતો આદર્શરૂપ રાખી વિચારણીય છે. પરંતુ આ બધુંય તે જ પુણ્યાત્માઓને માટે છે કે જેઓ પોતાના શ્રાવકપણાને સફળ કરવા ઇચ્છે છે અને શ્રી જ્ઞેિશ્વર દેવની આજ્ઞામાં જ દૃઢ શ્રદ્ધા ધરાવે છે. સાળા અને બનેવીનો પ્રેરણાદાયી સંવાદ આપણે જોઈ ગયા શ્રી વજ્રબાહુ મનોરમાને પરણીને પોતાની તે પત્નીના ભાઈ ઉદયસુંદર આદિની સાથે પોતાની તે પત્નીને લઈને, પોતાના નગર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રયાણ કરતાં માર્ગમાં આવેલા વસંત પર્વત ઉપર મોક્ષમાર્ગનું નિરીક્ષણ કરતા હોય તેમ ઉંચે જોતા, આતાપના લેવામાં તત્પર અને તપશ્ચર્યા કરતા શ્રીગુણસાગર નામના મહામુનિને જોયા અને તેથી મયૂર જેમ મેધના દર્શનથી નાચી ઉઠે, તેમ શ્રી વજ્રબાહુ કુમાર નાચી ઉઠ્યા અને એકદમ વાહનને અટકાવી બોલ્યા કે ‘ખરેખર જ આ કોઈ મહાત્મા છે, આ મહામુનિ વંદ્ય જ છે અને ચિંતામણિ જેવા આ મહર્ષિનું દર્શન મહાપુણ્યોદયના યોગે જ થયું છે.' આવું કથન શ્રી વજ્રબાહુના મુખથી શ્રવણ કરીને, શ્રી ઉદયસુંદરે શ્રી વજ્રબાહુને પ્રશ્ન કર્યો કે, ભાર ! વં માહિલ્સસે પરિવ્રન્યાં ! “કુમાર ! શું આપ દીક્ષાને ગ્રહણ કરવા ઇચ્છો છો ?”
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy