SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ MEIE મહારાણી કૌશલ્યાની માતના કારણે મુંઝવણ છે? પુત્રો અને પુત્રવધૂઓની સાથે ભવ્ય ઉત્સાહપૂર્વક પોતાની જ છે. રાજધાનીમાં પધાર્યા બાદ એક દિવસે ધર્મરક્ત શ્રી દશરથ મહારાજાએ મોટી ઋદ્ધિથી ઠાઠમાઠ ભરેલો અને ભવ્યજીવોના અંત:કરણનું આકર્ષણ કરે એવો ચૈત્ય મહોત્સવ કર્યો. અને એ મહોત્સવમાં શાંતિસ્નાત્ર કર્યું. શાંતિસ્નાત્ર થઈ ગયા બાદ શ્રી દશરથ મહારાજાએ સ્નાત્રજલ કંચુકી મારફત પ્રથમ પોતાની પટ્ટરાણીને મોકલ્યું અને તે પછી દાસીઓ દ્વારા પોતાની અન્ય પત્નીઓને મોકલ્યું. યૌવનવયના કારણે શીધ્ર ગમન કરનારી તે ઘસીઓએ એકદમ આવીને તે સ્નાત્રનું જળ પ્રથમ જ અન્ય રાણીઓને આપ્યું, આવેલા તે સ્નાત્રજળને તે રાણીઓએ વંદન કર્યું. અન્ય સઘળી જ રાણીઓ પાસે સ્નાત્રજળ આવી ગયું પણ પટ્ટરાણી પાસે સ્નાત્રજળ આવ્યું નહિ, કારણકે જે કંચુકી સાથે રાજાએ પટ્ટરાણી માટે સ્નાત્રજળ મોકલ્યું હતું. તે કંચુકી વૃદ્ધ હોવાના કારણે શનિ નામના ગ્રહની જેમ મંદગતિવાળો હતો. વૃદ્ધ કચુંકીની મંદગતિના કારણે જ પટ્ટરાણી પાસે સ્નાત્રજળ ન્હોતું આવી શક્યું પણ એ કારણને નહિ જાણનારી મહાદેવી અપરાજિતાના મનમાં તો જુદી જ ભાવના ઉત્પન્ન થઈ. શ્રી દશરથ મહારાજાની પટ્ટરાણીએ તો અન્ય રાણીઓની પાસે સ્નાત્રફળ આવેલું જોયું. અને પોતાની પાસે નથી આવ્યું એમ લાગ્યું કે તરત જ વિચાર્યું કે, સર્વાસામેવ રાન, ઈજનેન્દ્રસ્સા નવા ? प्रसादो विदधे राजा, महिष्या अपि मे न हि ॥१॥ कृतं तु मंदभाग्या, जीवितेनाप्यतो मम । ध्वस्ते माने हि दुःखाय, जीवितं मरणादपि ॥२॥ મહારાજાએ શ્રી જિનેન્દ્રદેવના સ્નાત્રનું જળ મોકલીને અન્ય સઘળીય રાણીઓ ઉપર પ્રસાદ કર્યો. અને હું પટ્ટરાણી છતાં પણ મારી ઉપર મહારાજાએ એ પ્રસાદ ન કર્યો. અર્થાત્ શ્રી જિનેન્દ્રદેવના સ્નાત્રનું સુખ દુઃખનો દટમળ છે અને વિરકત શ્રી દશરથ..૧૦
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy