SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સીત..... ભાગ-૨ ‘હે રાજન્ ! જે મેં પટમાં આલેખીને બતાવી છે તે શ્રીમતી વિદેહા નામની રાજરાણી અને શ્રી જનક નામના રાજાની દીકરી છે અને તેનું નામ સીતા છે. રૂપે કરીને જેવી છે તેવી ચીતરવાને માટે હું પણ સમર્થ નથી. અને અન્ય પણ સમર્થ નથી, કારણકે તે મૂર્તિએ કરીને લોકોત્તર જ સ્ત્રી છે. સીતામાં જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં ૨૧૭ પણ નથી. નાગકુમારીઓમાં અને ગંધર્વોની સ્ત્રીઓમાં પણ નથી. તો પછી મનુષ્યની સ્ત્રીઓમાં તેવા રૂપની કથા જ શી ? અર્થાત્ મનુષ્યની સ્ત્રીઓમાં તેવું રૂપ હોય જ શાનું ? તેના રૂપ જેવા યથાવસ્થિત રૂપને વિકુર્વી શકવાને દેવો, અનુકરણ કરવાને દેવનટો અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી, તેની આકૃતિમાં અને વચનમાં જે કાંઈ મધુરતા છે તથા કંઠમાં અને હાથપગમાં જે રક્તતા છે તે કોઈ અવર્ણનીય જ છે. અથવા તે જેવા સ્વરૂપમાં છે તેવા સ્વરૂપમાં યથાર્થ રીતે જેમ હું આલેખવાને સમર્થ નથી, તેવી જ રીતે કહેવાને માટે પણ સમર્થ નથી. એ જ કારણે પરમાર્થથી હું તમને કહું છું કે એ કન્યા શ્રી ભામંડલકુમાર માટે યોગ્ય છે. એ પ્રમાણે મનથી વિચારી મેં મારી બુદ્ધિ પ્રમાણે પટમાં આલેખીને આ સ્ત્રી બતાવી છે. જનકરાજાને ચંદ્રગતિએ કરાવેલી પ્રતિજ્ઞા શ્રી નારદજી પાસેથી આ પ્રમાણે એ પટમાં આલેખીને બનાવેલી સ્ત્રીનું સ્વરૂપ ચંદ્રગતિ રાજાએ જાણી લીધું કે તરત જ તેમણે પોતાના પુત્ર શ્રી ભામંડલકુમારને આ સીતા તારી જ પત્ની થશે તે કારણથી હે પુત્ર ! તું હવે ખેદ ન કર. આ પ્રમાણેનું આશ્વાસન આપીને શ્રી નારદમુનિને વિસર્જન કર્યા. પુત્રને આશ્વાસન આપીને અને શ્રી નારદજીને વિસર્જન કર્યા પછી તરત જ ચંદ્રગતિ રાજાએ ચપલગતિ નામના વિદ્યાધરને એ પ્રમાણેનો આદેશ કર્યો કે શ્રી જનકરાજાનું અપહરણ કરીને એકદમ તેમને અહીં લઈ આવ.' .........મ-લક્ષ્મણને પધરાવ્યાં અને પટમાં ચીતરીને લાવેલી જે સ્ત્રી તેના સંબંધમાં કોણ છે અને કોની દીકરી છે ? ઇત્યાદિ પૂછ્યું એ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતાં શ્રી નારદજીએ પણ કહ્યું કે, 0 34.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy