SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રિમ-લક્ષમણને શ્રી રામચંદ્રજી શ્રી દશરથ મહારાજાના પુત્ર છે. પુત્ર છે એટલું જ નહિ પણ સુપુત્ર છે, સુપુત્ર છે એટલું જ નહિ પણ ભવિષ્યમાં મોટા પુરુષ થનાર છે. અને અંતે કર્મરિપુનો નાશ કરી મુક્તિએ જનાર છે. આખા રામાયણમાં જો-જો કે શ્રી રામચંદ્રજીએ યુદ્ધ કર્યું છે તે આક્રમણ રૂપ નથી. પણ બચાવરૂપ છે. રામાયણ હવે જ શરૂ થાય છે. અવસર આવ્ય શક્તિમાન ધર્મી ઓરડામાં પેસવાની વાત ન જ કરે, એને મરવાનો ભય અધર્મી જેટલો ન હોય, મરવાનો ખરો ભય તો અધર્મીને અને એથી પણ અધિક ધર્મના વિરોધીને હોય, 'પણ ધર્મીને તેવો મરણભય નથી હોતો. કારણકે ધર્મીએ તો શરીરને ત્યાજ્ય માન્યું છે. અને મરણ એટલે શરીરના ત્યાગ સિવાય બીજું છે. પણ શું? વસ્તુ સ્વરૂપને સમજનારો ધર્મી આક્રમણ વખતે દેવ, ગુરુ અને ધર્મ ઉપર આક્રમણ આવી રહ્યાં હોય તે વખતે ઘરમાં પેસી શકે જ નહિ. પોતાની ફરજ સમજનાર ફરજ અદા કરવાના સમયે શરીર આદિના મોહને આધીન ન જ થાય. ફરજનું જ્ઞાન હોવાથી જ પિતાને તૈયાર થતાં જોતાની સાથે જ શ્રી રામચંદ્રજી ઉભા થઈ ગયા અને કહ્યું કે હે પિતાજી ! પ્લેચ્છોના ઉચ્છેદ માટે આપ પોતે જ જશો તો બંધુ સહિત રામ શું કરશે ? અર્થાત્ હે તાત ! હું તથા લક્ષ્મણ જેવા પત્રો વિદ્યમાન છતાં આ પરિશ્રમ આપને શા માટે હોય ?' આ વગેરે વાતો વિનયપૂર્વક જણાવી કોઈપણ રીતે અનુમતિ મેળવી અને બંધુ સાથે સેનાને લઈને મિથિલાનગરી તરફ શ્રી રામચંદ્રજીએ પ્રયાણ કરી દીધું. શ્રી રામચંદ્રજી પોતાના બંધુઓ અને સેના સાથે મિથિલાનગરીની નિકટમાં પહોંચી જાય, તે પહેલાં જ તેમણે મહાવનમાં જેમ ચમૂર એટલે એ જાતિનાં હરણીયાં, વાઘ, શાર્દુલ, છે અને સિંહો દેખાય તેમ મિથિલાનગરીના પ્રદેશમાં એટલે આ છે મિથિલાનગરીની પાસેની ભૂમિમાં મ્લેચ્છ મહાભટોને જોયા, SP કારણકે એ લોકો નગરીની બહાર નગરીને ઘેરીને જ પડેલા છે. એ મ્લેચ્છોની ભુજાઓમાં યુદ્ધ કરવાની ચળ આવી રહેલી છે. અને જયથી શોભી રહેલા તે મહાપરાક્રમીઓ એકદમ શ્રી B. રામચંદ્રજી ઉપર પણ ઉપદ્રવ કરવા પ્રવર્તમાન થઈ ગયા. રજને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy