SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સતત.... ભાગ-૨ ૭. રિમ-લક્ષમણને તેમ્બર્થવર્વરો નામ, સ્ટેશો ઘર્ઘરઝુનવત્ ? विद्यते दारुणाचारै - नरैरत्यन्तढारुणः ॥४॥ मयूरमालनगरे तस्य देशस्य भूषणे । માતરંવાતમાં નામ, સ્નેનોસ્ત ઢાળ: રાક શુdબંdhdhisોન - પ્રભૃતીનું વિષય નહિ ? भुंजते तनयास्तस्य, नृपीभ्य सहस्रशः ॥६॥ ઇંઢાનમાતરવર્તઃ પરિત પરિવારિતઃ ? મહાધ્યાક્ષીનાથે, રમલીનાdhક્ષતિમ્ પ્રતિસ્થાનં દૈત્યાન, ઘમંગુત્તે ટુરાવા ? તેષાં હીન સંપદ્મવો-SgAષ્ટ ઘહિCHવ: ૮ अनारतमभीष्टस्य, धर्मस्य जनकस्य च । તpઝપ્ત પરિત્રાળ, prળમૂતતૂયોરસ ?? ???? હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્તજનો હોવા છતાં પણ તેઓના મિત્ર, તેઓનું હદય અને તેઓનો આત્મા જો કોઈ હોય તો તે આપ જ છો જે કારણથી શ્રી જનક મહારાજાનાં સુખોથી અને દુ:ખોથી આપ ગ્રસિત થાઓ છો, તે જ કારણથી આજે આફતના સમયે દુઃખિત એવા શ્રી જનક મહારાજાએ, જેમ પોતાના કુળદેવતાનું સ્મરણ કરે, તેમ આપનું સ્મરણ કર્યું છે અર્થાત્ આ વિશ્વમાં શ્રી જનક મહારાજના સુખમાં કે દુ:ખમાં ભાગીદાર હો તો આપ છો અને આજે શ્રીજનક મહારાજા દુઃખી હાલતમાં છે, એ કારણે શ્રી જનક મહારાજાએ પોતાના કુળદેવતાની જેમ આપનું આજે સ્મરણ કર્યું છે કારણકે આફતના સમયે સાચા સ્નેહીને જ યાદ કરી શકાય છે અને એ જ ન્યાયે મારા સ્વામીએ આપને યાદ કર્યા છે. એ આફતનો પ્રસંગ એવો છે કે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં અને કેલાસ પર્વતની ઉત્તર દિશામાં ઘણાં જ અનાર્ય દેશો છે અને તે અનાર્ય દેશોમાં ભયંકર પ્રજાઓ વસે છે, તે અનાર્ય દેશોમાં બર્બરકુલ જેવો ‘અર્ધબર્બર' નામનો એક દેશ છે અને તે દેશ કૂર આચારવાળા મનુષ્યોના યોગે અત્યંત ક્રૂર છે. તે દેશના ભૂષણરૂપ મયૂરમાલ નામના નગરમાં આતરંગતમ નામનો ક્રૂર એવો મલેચ્છ રાજા છે. તે રાજાના હજારો પુત્રો રાજા બનીને શુક્ર, મંકન અને કાંબોજ વગેરે દેશોને પણ ભોગવે છે. તે રાજાઓ પણ ક્ષય ન પામે એવી સેનાના નાથ છે. તેઓના પરિવારથી ચારે બાજુએ પરિવરેલો આતરંગતમ નામનો રાજા, શ્રી જનક મહારાજાની ભૂમિને ભાંગી રહયો છે. દુષ્ટ આશયને ધરનારા તે રાજા સ્થાને સ્થાને રહેલાં ચૈત્યોને ભાંગી રહ્યો છે કારણ તે પાપાત્માને આજન્મ સંપત્તિઓ કરતાં પણ ધર્મમાં વિપ્લવ કરવો એ વધુ ઈષ્ટ છે. તે હેતુથી અતિશય ઈષ્ટ એવા ધર્મનું અને શ્રી જનક મહારાજાનું આપ રક્ષણ કરો. કારણકે આપ એ ઉભયના પ્રાણરૂપ છો. iOSHI
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy