SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે વિચાર કરીને મારી નાંખવા લાવેલા બાળકને છે મારી નાખવાનું માંડી વાળ્યું એટલું જ નહિ પણ પડતી જ્યોતિનો ભ્રમ કરાવે એવા તે તેજસ્વી બાળકને તે દેવે કુંડલ આદિ ભૂષણોથી ૬ ભૂષિત કર્યા અને વૈતાદ્યપર્વતની દક્ષિણ શ્રેણિમાં આવેલા રથનૂપુર છે નામના નગરના નંદન નામના ઉદ્યાનમાં ધીમે રહીને શય્યામાં મૂકે હું તેમ તેણે તે બાળકને મૂક્યો. જ્ઞાનના સદુપયોગનો ઉત્તમલાભ જ્ઞાનના સદુપયોગે દેવને દુશ્મન દાવાથી બચાવી લેવા સાથે પોતે કરેલા પાપનો ખ્યાલ કરાવ્યો અને શ્રમણપણાની દુર્લભતાનો ખ્યાલ કરાવવા સાથે ભયંકર પાપથી બચાવવાનું પણ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરાવ્યું એના પરિણામે તે દેવ નિર્દય મટીને દયાળુ બન્યો. એથી મારવા આણેલા બાળકને જરાપણ તકલીફ ન પડે તે રીતે તેણે યોગ્ય સ્થાનમાં સ્થાપ્યો. આ સ્થળે એક પ્રશ્ન ઉઠશે કે એ દેવે દયાળુ બનીને જેમ તે ? બાળકને બચાવી લીધો અને યોગ્ય સ્થાને સ્થાપ્યો. તેમ તે બાળકનાં માતા-પિતા આદિને પુત્રવિરહના દુઃખથી બચાવી લેવા માટે તે બાળકને અન્ય સ્થાને મૂકવાને બદલે જનકરાજાના અંતઃપુરમાં જે મૂકવાની જ સબુદ્ધિ કેમ ન વાપરી ? પણ આના ઉત્તરમાંય એ જ સમજવાનું છે કે આમાં પણ કર્મરાજાનું જ નાટક છે અને એ આગળ ચાલતાં સ્પષ્ટ થઈ જ જશે. કર્મની વિચિત્રતા વિચારવી જરૂરી છે ભામંડલ અને સીતાદેવીની ઉત્પત્તિની સાથે જ ઉત્પાત થયો એ આપણે જોઈ આવ્યા. એ ઉત્પાતના પરિણામે અન્ય સ્થાને આનંદ અને સ્વસ્થાને શોક આ ઉભય વસ્તુ બને છે અને એ ઉપરથી વિચારક આત્મા કર્મની વિચિત્રતા ઘણી જ સારી રીતે વિચારી શકે છે. વિવેકી આત્માને માટે એકે એક પ્રસંગ વૈરાગ્યજનક બની શકે છે. વિવેકી આત્મા વસ્તુ માત્રને ઉપલક દૃષ્ટિએ નથી વિચારતો આનંદ અને છે ક અવસર તે સંસાર..૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy