SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશીથી મળી શકે છે. તે છતાં પણ એ પરમ ઉપકારી સાધુ મહારાજાએ તેઓને તેઓના દુ:ખને લગતી પ્રશ્ન પરંપરા નહિ કરતાં ધર્મનું જ દાન કર્યું. સિત.... ભાગ-૨ રમ-લક્ષમણને ____ "श्रुतधर्मों च तत्पाचे, तौ द्वौ जगृहतुर्बतम् । गुर्वादिष्टानुकोशागा - दार्यिकां कमलश्रियम् ॥" કારણે વસુભૂતિ અને અનુકોશા એ બંનેય જણે તે સાધુમહારાજા પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. ધર્મશ્રવણના પ્રતાપે તે બંને જણે દીક્ષા અંગીકાર કરી, પછી વસુભૂતિ ગુરુદેવની સેવામાં રહ્યા. અને ગુરુદેવની આજ્ઞાથી અનુકોશા કમલશ્રી નામની આર્થિકા એટલે સાધ્વીની સેવામાં ગઈ. વ્રતનું અલ્પમાં અલ્પ ફળ વિચારો કે સદ્ગુરુનો પ્રતાપ આત્માને કેવી રીતે ફળે છે ? સદ્ગુરુના યોગને સફળ કરવાનો પ્રયત્ન કરનારા આત્માઓ જરૂર તે યોગને સુંદરમાં સુંદર રીતે સફળ કરે છે. જો એમ ન બનતું હોત તો પુત્ર અને પુત્રવધૂની શોધ માટે નીકળેલા આત્માઓને એકદમ વૈરાગ્ય કેમ જ થાય ? પ્રભુશાસન ફરમાવે છે કે યોગ્ય આત્માને સુંદર યોગ મળવો જોઈએ. સુંદર યોગ મળતાંની સાથે જ યોગ્ય આત્માઓની પરિણતિનો પલટો થઈ જાય છે. મોહમગ્ન હોઈ પુત્ર તથા પુત્રવધૂની શોધ માટે નીકળેલ વસુભૂતિ અને અનુકશાનું અંતઃકરણ સાધુનાં દર્શનથી એકદમ પલટાયું એના પરિણામે એ બંનેય પુણ્યાત્માઓએ સંસાર તજ્યો અને સાધુતાનો સ્વીકાર કર્યો. સાધુતાના સ્વીકાર પછી સદ્ગુરુની નિશ્રામાં રહીને એ બંને પુણ્યાત્માઓએ સાધુતાનું સેવન સારામાં સારી રીતે કર્યું. સાધુતાના પાલનમાં જ રક્ત બનેલ તે બંનેય કાળધર્મ પામીને સૌધર્મકલ્પમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આ પ્રસંગે વ્રતનું અલ્પમાં અલ્પ ળ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞા આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “તે ટ્યવાહમાડ, ન સ્વ ચતો યાતિઃ ?” (
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy