SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ રામ-લક્ષ્મણને કૈકેયી સ્વયંવર મંડપમાં ક્રમસર રાજાઓને જોતી આગળ ચાલે છે. એ રીતે અનેકને નિરાશાના સાગરમાં ડૂબાડ્યા બાદ તે ક્રમસર ફરતી ક્રતી શ્રી દશરથની પાસે આવી. ત્યાં આવતાની સાથે જ, ગંગા જેમ " સાગરને પામીને ઉભી રહે અને લંગર નાંખેલી નાવ જેમ પાણીમાં ઊભી રહે તેમ તે ત્યાં જ ઊભી રહી. અતિશય હર્ષના યોગે તે એકદમ : રોમાંચિત શરીરવાળી થઈ ગઈ. અને શ્રી દશરથ રાજાના કંઠમાં જ હું પોતાની ભજલતા જેવી વરમાળાને આરોપી, કૈકેયી જેવા કન્યારત્ન કોઈ પણ ઉત્તમ રાજાના કંઠમાં વરમાળા નહિ આરોપતાં એકાકી અને કાપેટિકના વેષમાં રહેલાના કંઠમાં વરમાળા આરોપી. એથી હરિવહાણ વગેરે રાજાઓએ એમ માન્યું કે આ કન્યાએ ખરે જ અમારો તિરસ્કાર કર્યો છે. આથી તે માની રાજાઓને પોતાનું અપમાન થયેલું ભાસ્યું. વાસ્તવિક રીતે જો વિચારવામાં આવે તો આમાં કશું જ અપમાન નથી, કારણકે કોને વરવું એ કન્યાની પસંદગીની જ વાત હતી. પણ સ્વાર્થી આત્માઓ વસ્તુસ્વરૂપનો વિચાર કરી શકતા જ નથી. એ જ કારણે હરવાહણ આદિ રાજાઓને એમાં અપમાન ભાસ્યું. અને એથી એમ માની રાજાઓ ક્રોધથી એકદમ સળગતા અગ્નિ જેમ બળી ઉઠ્યા તથા ોધના આવેશમાં ને આવેશમાં તેઓ એકદમ બોલી ઊઠ્યા કે, अयं वराक एकाकी, वने कार्पटिकोऽनया । આદિશામાનબસ્માતમ - મિત્તot સાચતે વથમ્ ? “આ કન્યાએ એકાકી અને ગરીબ એવા આ કાર્પેટિકને વર્યો છે. એથી આ ગરીબડો અમારી દ્વારા પઢવી લેવાતી આની રક્ષા કેવી રીતે કરી શકવાનો છે ? અર્થાત્ આની પાસેથી આ કન્યાને પડાવી લેવી એ સહેલી છે, કારણકે આ એકાકી અને ગરીબો હોવાથી આવામાં રક્ષણ કરવાની શક્તિ નથી.” ?િ એ પ્રમાણે આરોપપૂર્વક ઘણું ઘણું બોલતાં તે રાજાઓ (2 એકદમ પોતાની છાવણીઓમાં ગયા અને ત્યાં જઈને તેઓ સઘળાય સર્વ પ્રકારે યુદ્ધ કરવાને સજ્જ થયા. રંગમંડપ યુદ્ધમંડપના રૂપમાં છે. આ ખોટા અભિમાનના કારણે સ્વયંવરમંડપ એ દુનિયાની
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy