SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રિમ-લક્ષમણને મરણનો કારમો ભય અને જીવનનો કારમો મોહ આપણે જોઈ ગયા કે મંત્રીઓની નિમકહલાલ વૃત્તિ અને ગૂઢમંત્રતાની સહાયથી પુણ્યશાળી શ્રી દશરથ મહારાજા અને શ્રી જનક મહારાજા ઉભય, પ્રાણનાશક આપત્તિથી આબાદ બચી ગયા હું અને જીવનરક્ષાના હેતુથી બંનેય મહારાજાઓએ એક લેશ પણ આનાકાની કર્યા વિના કાર્પેટિકનો વેષ ધરીને રાજ્યનો પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા. આ ઉપરથી વિચારશીલ આત્માઓ, એક નરકમાં પડેલા ૧૯૪ આત્માઓ સિવાયના આત્માઓને મરણનો ભય અને જીવનનો મોહ કેટલો હોય છે. એ સારામાં સારી રીતે વિચારી શકે છે. આ વિશ્વમાં એક નરકગતિમાં પડેલા આત્માઓને જ મરણનો ભય અને જીવનનો મોહ નથી હોતો. કારણકે એ બિચારાઓને નારકીનું જીવન જીવવું પ્રિય જ નથી હોતું. પણ એ જીવન ક્યારે નષ્ટ થાય ? અને કેમ વહેલું મરણ થાય ? એ જ એક ઈષ્ટ હોય છે. બાકી એ સિવાયના સઘળા જ આત્માઓને મરણનો કારમો ભય અને જીવનનો કારમો મોહ હોય છે. જીવનના મોહમાં પડેલા આત્માઓ મરણના ભયથી બચવા માટે સઘળું જ કરવાને સજ્જ હોય છે. જીવનના મોહમાં પડેલા આત્માઓ મરણના ભયથી બચવા માટે જેના ઉપર મમત્વ માંડીને બેઠેલા હોય છે તેવા પ્રેમાળ કુટુંબનો, મોહક મહેલાતોનો એક સુંદર સાહાબીનો પણ એક ક્ષણમાં પરિત્યાગ કરે છે. જીવનના કારમા મોહમાં પડેલાઓને એક મરણનો ભય બતાવીને તેઓની પાસે જે કાંઈ કરાવવું હોય તે સઘળું જ કરાવી શકાય છે. એવા આત્માઓ રોગીઓ, વૈદ્યો, અને ડૉકટરોની આધીનતા ભોગવે છે, તે મરણથી બચવા માટે જ. મરણના ભયથી સ, પ્રિયમાં પ્રિય વસ્તુનો પણ ત્યાગ જીવન મોહીઓને ભારે નથી પડતો. ધર્મ કેવળ આત્માની મુક્તિ માટે જ છે પણ એ ત્યાગને જોતાં જ એવો પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત હું થાય કે એ તે ત્યાગ કે રાગ ? પણ આનો ઉત્તર વિવેકી આત્માઓ તો વિના વિલંબે આપી દે છે કે એ ત્યાગ નહિ પણ રાગ અને રાગ mane Dong ||
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy