SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ 2- -02 अमरा अपि नाम्नैवा - मरा न परमार्थतः । માવ્યવયં તુ સર્વસ્થ, મૃત્યુ - સંસારવર્તિન: 27 तत्कि मे स्वपरिणामा - द्विपत्तिः परतोऽथवा । તમારહત્વ નિ:શંd - માતા હિ સ્થgટમાળ: ‘અમરો પણ નામના જ અમરો છે. પણ પરમાર્થથી અમર નથી, કારણકે સંસારવર્તી સર્વ કોઈનું મૃત્યુ અવયંભાવી છે, તે કારણથી એ વાતનો તો મને નિશ્ચય જ છે કે મરણ સૌ કોઈનું થાય છે તેમ મારું પણ મરણ થવાનું જ છે. એમ છતાં પણ હું એ જાણવા ઇચ્છું છું કે મારું મરણ પોતાના જ ૧પ૦ પરિણામે થવાનું છે. કે કોઈ અન્યના હસ્તે થવાનું છે ? માટે તે વાત મને શંકારહિતપણે કહો, કારણકે જે જે આખ પુરુષો હોય છે તે તે અવશ્ય કરીને સ્પષ્ટ ભાષણ કરનારા હોય છે.' આ પ્રશ્નમાં રહેલી ધીરતા અને વસ્તુસ્થિતિનો નિશ્ચય બરાબર જોઈ શકાય છે. પ્રશ્ન કરવામાં શ્રી રાવણ મહારાજાનો હેતુ માત્ર પોતાનું મરણ પોતાના પરિણામે થવાનું છે કે પરથી થવાનું છે. એટલું જ જાણવાનો છે. અને એ જ હેતુથી શ્રી રાવણ મહારાજા એ જાણવા માટે પ્રશ્ન કરતાં સ્પષ્ટતાથી અને નિચળતા પૂર્વક કહે છે કે “મરણ એ સંસારવર્તી સર્વ પ્રાણી માટે અવયંભાવી વસ્તુ છે. દેવો અમર તરીકે ઓળખાય છે. પણ તે વાસ્તવિક રીતે અમર નથી. કારણકે તેઓનું મરણ પણ નિશ્ચિત જ છે. એટલે મરણ એ કોઈ અસંભવિત અગર નવી વસ્તુ નથી. પણ અવશ્ય બનનારી અને સૌ જાણી શકે તેવી વસ્તુ છે. એટલે તેનો મને ડર નથી. પણ મારે તો માત્ર એટલું જ જાણવું છે કે મારું મરણ સ્વયં જ થવાનું છે કે કોઈના યોગે થવાનું છે?” શ્રી રાવણ મહારાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્પષ્ટભાષી ૨ નૈમિત્તિકોત્તમે પણ સ્પષ્ટપણે કહ્યું કે, સોશષ્યાવરગ્રી મહિષ્યા , નાનાdવા વરણે તે ટ भविष्यतो दशरथ - पुत्रान्मृत्युभविष्यति ।। “હે મહારાજા !” ભવિષ્યકાલમાં થનારી શ્રી જનકરાજાની પુત્રી શ્રીમતી સીતાજીના કારણે ભવિષ્યકાલમાં થનાર શ્રી દશરથ મહારાજાના પુત્રથી આપનું મૃત્યુ થશે.
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy