SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 2-0:00 'સીત૮. રામ-લક્ષમણને અનેક વખત ઉત્તમ ઉપદેશનું શ્રવણ કરવા છતાં પણ જીવનની છેલ્લામાં છેલ્લી ક્ષણ સુધી સંસારની આસક્તિ ન તજવી અથવા તો તજવાની ભાવના પણ ન કેળવવી એ કાંઈ સ્વ-પરનું સુંદર જીવન ઘડવાની દશા ઓછી જ ગણાય ? આવી દશામાં પવિત્ર પરંપરાના ઉત્પાદક ઓછું જ બની શકાય તેમ છે ? પોતાના જીવનમાં ઉત્તમતા કેળવ્યા સિવાય પરંપરાના વંશવારા જીવનમાં ઉત્તમતા શી રીતે કેળવી શકાશે? પરંપરાના જીવનમાં ઉત્તમતા કેળવવાની અભિલાષા ધરનારાઓએ પોતાની જીવનદશાને સુધારવી જ જોઈશે. કલ્યાણના અર્થી આત્માઓએ પુણ્યપુરુષોની પરંપરાને સાંભળવાનો પણ એ જ હેતુ છે, આવી ઉત્તમ પરંપરાઓના શ્રવણથી પોતાનું જીવન એવું સુંદર બનાવવું જોઈએ કે, જેના પરિણામે પોતાની પરંપરાનું અર્થાત્ પોતાના વંશવારસોનું જીવન પણ સુંદર ઘડાય. પોતાના અને પરંપરાના જીવનની સુંદરતા એટલે કે મોક્ષમાર્ગને આરાધવાની ઉત્કટ પ્રવૃત્તિ અને આરાધવાની શક્તિના અભાવમાં આરાધવાની ઉત્કટ આંકાક્ષા. એ સિવાયની સુંદરતા એ પ્રભુશાસનની સુંદરતા નથી. પ્રભુશાસનની સુંદરતા તો જીવનને મોક્ષમાર્ગની આરાધનામાં વહેતું મૂકી દેવામાં છે અને વહેતું ન મૂકી દેવાય તો વહેતું મૂકી દેવાની ઉત્કટ અભિલાષામાં જ છે. આ વાત પોતાની જાતને પ્રભુશાસનમાં મનાવવા ઈચ્છનારાઓએ એક ક્ષણ પણ વિસરી જવા જેવી નથી. જેઓ આ વાતને વિસારીને બેઠા છે. તેઓએ પોતાની જાતને પોતાના જ હાથથી પ્રભુશાસનની બહાર રાખી છે, એ સાબિત કરવાની કશી જ જરૂર નથી. શ્રી અનરણ્ય મહારાજા અને તેમનો પરિવાર હમણાં કહી ગયા તે પ્રમાણે મોક્ષમાર્ગને આરાધનારી * શ્રી સુકોશલ મહારાજાની પરંપરામાં શ્રી રઘુરાજાના પુત્ર તરીકે શ્રી અનરણ્ય ઉત્પન્ન થયા. ત્યાર પછી અનરળ્યો નમિ રન, શરષ્ણ: શરાધનામ્ ? મનુષ્યurfથના - મસૂત્સવેતપત્તને तस्याभूतामुभौ पुत्रौ, पृथ्व्यादेव्याश्च कुक्षिजौ । Udaોડનંતરથોનાના, તથા ઢશરથોડવર: ૪
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy