SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ ૧૧૨ રામ-લક્ષમણને સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. કારણકે અંતે જેવી બુદ્ધિ હોય તેવી જ ગતિ થાય. આ દૃષ્ટાંત ઉપરથી વિચક્ષણ આત્માઓ સહેલાઈથી સમજી જ શકશે કે રસનાની આસક્તિ ઘણી જ ભયંકર છે એને આધીન બનેલા આત્માઓ નહિ આચરવાનું આચરે છે. અને આ લોકમાં પણ સિંઘ બની પોતાનો પરલોક એક ક્ષણવારમાં બગાડી નાંખે છે. રસનાવશ બનેલા કંડરીક જેવા પરમ વિરાગીની આ દશા થાય, તો પછી સોદાસ જેવા રાજવી, કે જે વિષયોમાં આસક્ત છે તે રસનાની આધીનતાના કારણે પોતાના જ નામે પ્રવર્તેલી અ-મારિ'ની ઘોષણાનો કારમી રીતે ભંગ કરે એમાં આશ્ચર્ય પણ શું છે? રાજા સોદાસ દ્વારા ઘોર અત્યાયની પ્રવૃત્તિ સોદાસ રાજા માંસના ભોજનમાં અતિશય આસક્ત હતા. એ કારણે પોતાના પૂર્વજો તરથી ચાલી આવતી ઉત્તમ મર્યાદાનો પણ તેમણે ગુપ્તપણે ભંગ કર્યો અને કરાવ્યો. એ વાત તો આપણે જોઈ આવ્યા. એ વાતને જોતાં આપણે રસના ઇન્દ્રિયની લાલસા એ કેટલી ભયંકર છે? અને એના પ્રતાપે ઉત્તમ આત્માનો પણ કેવો કારમો પાત થાય છે એ વસ્તુ આપણે દષ્ટાંત સાથે વિચારીએ. દૃષ્ટાંત તરીકે વિચારેલા કંડરીક માટે કોણ એમ કહી શકશે કે તે ઉચ્ચ કુળના, ઉચ્ચ જાતિના કે ઉચ્ચ કોટિના વિરાગી ન હતા ? ઉત્તમ કુળના, ઉત્તમ જાતિના અને ઉત્તમવિરાગી હોવા છતાં પણ મોટાભાઈનો અતિશય આગ્રહ છતાંપણ વિશાલ રાજ્ય સંપત્તિને તજી દઈને દીક્ષિત થયેલા હતા, તે છતાંપણ અને અગીયાર અંગના પાઠી હોવા સાથે દુસ્તપને તપનારા હોવા છતાંપણ, પ્રસંગવશાત્ રસનાએ તેમને 'આધીન બનાવ્યા. રસનાની આધીનતાના યોગે જ સઘળુંય ભૂલ્યા અને નિર્લજ્જ બન્યા. નિર્લજ્જપણે મુનિપણું કર્યું અને રાજ્ય સ્વીકાર્યું. રાજ્ય સ્વીકારના પહેલાં જ દિવસે હરુખવાય એટલું ખાધું અને સાજા થયેલા પાછા પુન: ભયંકર ll (OIL
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy