SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ E IITE શ્રી કંડરીક પોતાના ગુરુદેવની સાથે મળી ગયા અને સમ્રાંત છે મનવાળા તેણે થોડાકાળ સુધી ગુરુદેવોની સાથે વિહાર કર્યો, કારણકે दुरावेश इवासाध्यः प्राणिनां हि दुराशयः । “ખરાબ આવેશની જેમ પ્રાણીઓનો ખરાબ આશય અસાધ્ય ધ્યેય છે.” દુરાશયને આધીન થયેલા શ્રી કંડરીક એક દિવસે દીક્ષાથી હું ઉદ્વિગ્ન બન્યા અને તેમનો શુભ આશય સર્વથા નાશ પામ્યો, આ કારણથી તે પોતાના ગુરુદેવને મૂકીને પોતાની નગરી પ્રત્યે પહોંચી ગયા. પોતાની નગરીમાં જઈને રાજાના ઘરની પાસે રહેલા અશોક વૃક્ષની નીચે સેંકડો ચિંતાઓથી આકુળ એવા તે એવી રીતે બેઠા કે જાણે પોતાનું સર્વસ્વ ચાલ્યું ગયું હોય. તે સમયે શ્રીપુંડરીક મહારાજાની ધાવમાતા ત્યાં આવી અને તેણે શોકસાગરમાં ડૂબેલા તેમને જોયો. એવી દુઃખદ અવસ્થામાં બેઠેલા તેમને જોઈ તે ધાવમાતાએ તે વાત શ્રીપુંડરીક મહારાજાને કહી. આથી ગુણ પણ ઘેષને માટે થયો. આ પ્રમાણે નિશ્ચય કરીને અન્ત:પુરના પરિવાર સાથે શ્રી પુંડરીક મહારાજા એકદમ ત્યાં આવ્યા. આવીને શ્રીકંડરીક મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી અને નમીને પૂર્વની જેમ કીધું કે, “આપ ધન્ય અને કૃતકૃત્ય છો કે રાજ્યાદિક સર્વનો ત્યાગ કરીને વ્રતના સ્વીકાર દ્વારા આપે આપના જીવનને સફળ કર્યું અને હું અધન્ય છું કે સાર વિનાના, દુ:ખમય, પરાધીન, ચંચળ, અનિત્ય, અવશ્ય તજવા યોગ્ય અને વિપાકે કરીને ભયંકર એવા રાજ્યનો હું પરિત્યાગ કરી શકતો નથી.” પરંતુ શ્રી કંડરીકે તો દુષ્ટ ગ્રહથી ગ્રહિત થયેલાની જેમ એક મૌનનો જ સ્વીકાર કર્યો. આટલું આટલું કહેવા છતાં પણ શ્રી કંડરીકને મૌન રહેલા જોઈને શ્રી પુંડરીક મહારાજાએ પુનઃ પુન: કહેવા માંડ્યું કે, भूयो भूयोऽभ्यधात्कोहि, हित्वा स्वर्नरकं श्रयेत् । काचखण्डमुपाढत्ते, को वा त्यक्त्वा मरुन्मणिम् ॥ રે ! રસદ તાર થળે...૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy