SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ - સત... ભાગ-૨ .રામ-લક્ષમણને સાચા મુક્તિમાર્ગની ઉપાસનાથી વંચિત રહી જાય એવી જ જાતનું સાહિત્ય ફેલાવે છે ! તથા વિશ્વમાં કોઈ એવો વિષય નથી કે જે વિષયમાં વિના અભ્યાસે પણ પોતાનું દોઢ ડહાપણ ડોળ્યા વિના તેઓ રહેતા હોય. શું આ બધું ઓછી કમકમાટી ઉપજાવે એવું છે ? આ જ કારણે આજના કારમા વાતાવરણની વાયડી વાતોથી નહિ દોરાતાં, એકાંતે ઉપકારક એવા શ્રી વીતરાગ પરમાત્માના શાસનને અને તેના આરાધકોને બરાબર સમજો આ શ્રી હિરણ્યગર્ભ મહારાજા પણ પ્રભુશાસનના અનુપમ આરાધકો પૈકીના એક છે, અન્યથા એક જ ધોળા વાળ માત્રના દર્શનથી આવા પ્રકારના ઉત્કટ વૈરાગ્યને પોષતી વિચારણા આવવી સહેલી નથી. ઉત્કટ વૈરાગ્યને પોષતી વિચારણાના પ્રતાપે એકદમ તે શ્રી હિરણ્યગર્ભ મહારાજા કે જેને तदैव जातवैराग्यः, स राजा नघुषं सुतं । स्वे राज्ये न्यस्य विमलमुन्यंते व्रतमग्रहीत् ॥११॥ તે જ સમયે એટલે ધોળાવાળવા દર્શન માત્રથી જ ઉત્પન્ન થયો છે વૈરાગ એવા શ્રી હિરણ્યગર્ભ મહારાજાએ પોતાના નઘુષ નામના પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને વિમલ નામના મુનિની પાસે દક્ષા અંગીકાર કરી. અયોધ્યા ઉપર આકસ્મિક આપત્તિ શ્રી નઘુષ મહારાજાને સિંહિકા નામની પત્ની હતી. તેની સાથે રમણ કરતાં નઘુષ મહારાજા પિતાએ સમર્પેલા રાજ્યનું અનુશાસન કરતા હતા. એ અરસામાં એક દિવસે ઉત્તરાપથના ભૂપાલોને જીતવા માટે શ્રી નઘુષ મહારાજાએ પ્રયાણ કર્યું અને પોતાની સિંહિકા નામની દેવીને પોતાના રાજ્ય ઉપર સ્થાપના કરી. આ અવસરનો લાભ દક્ષિણાપથના રાજાઓએ લીધો. અયોધ્યા નગરીમાં શ્રી નઘુષ મહારાજા નથી, એમ જાણીને દક્ષિણાપથના રાજાઓએ તે જ સમયે અયોધ્યા નગરીને ઘેરી લીધી. કારણકે વૈરીઓ, છલનિષ્ઠ જ હોય છે. છલનિષ્ઠ વૈરીઓએ આવી રીતે અવસર જોઈને શ્રી નઘુષ જે મહારાજાની ગેરહાજરીનો લાભ લઈને અયોધ્યા ઉપર અકસ્માત્ હતી આફત ઊભી કરી. છે પણ ક્ષત્રિયાણીઓ કંઈ ક્ષત્રિયોથી અવસરે ઓછી ઉતરે તેવી નથી હોતી. અવસર આવ્યું ક્ષત્રિયોની જેમ ક્ષત્રિયાણીઓ પણ હું શત્રુઓને હંફાવ્યા વિના નથી રહેતી. ક્ષત્રિય જાતિનો જ એ ગુણ છે છે કે અવસરે તેનામાં એવું શૌર્ય આવે છે કે જેના બળે તે ભલભલાના UDD DDDDDD
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy