SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ સતત રામ-લક્ષ્મણો મહારાજાના અંતરમાં કેવા પ્રકારનો શોક થયો એ વસ્તુનું વર્ણન કરતાં પઉમચરિયમ્'ના પ્રણેતા જણાવે છે કે, अह सोडळ पवत्तो, मच्चूणा पेसिओ महं दूओ । વન-સરિ- ઋત્તિરહિમો, હોહામ ન લ્થ સંશ્લેટો / विसएसु वञ्चिओहं, कालं अडदारुणं सुहपसत्तो । ન્દવનેહવિકિમો, ઘમઘુર નેવ પાવજો જ “મૃત્યુએ, મારી પાસે દૂત મોકલ્યો છે, અર્થાત્ આ પલિત નથી, પણ મૃત્યુનો દૂત છે ખરેખર, હવે એ વાતમાં સંદેહ નથી જ કે હવે હું બળ, શક્તિ અને કાંતિથી રહિત થઈ જઈશ. કારણકે વૃદ્ધાવસ્થાનો એ ગુણ છે કે, તે બળ, શક્તિ અને કાંતિથી રહિત બનાવી દે છે. વિષયસુખમાં પ્રસક્ત બનેલો, હું, અતિ ભયંકરપણે ચિર સમય સુધી વિષયોથી ઠગાઈ ગયો છું. અને બંધુઓના સ્નેહથી વિલક્ષણ કોટિના નટ જેવો બનેલો હું, ધર્મધુરાને જ ન પામ્યો." ભાગ્યવાનો ! વિચારો કે પુણ્યશાળી આત્માઓને માત્ર એક જ સફેદ વાળનાં દર્શનથી કેવી વિચારણા ઉત્પન્ન થાય છે ? શું આજે જેઓના મસ્તક ઉપર એક પણ વાળ કાળો ન દેખાય એવા માનવીઓ પણ આપણી દૃષ્ટિ સમક્ષ નથી ? છતાંય આપણે એમની ભાવનાઓમાં કોઈપણ જાતનું સુંદર પરિવર્તન જોઈ શકીએ છીએ ખરા ? જો નહિ, તો એનું કારણ શું? એ વિચારો. આજના કારમાં વાતાવરણે પણ ધર્મભાવના ઉપર કેવો કારમો ઘા કર્યો છે. એ પણ વિચારો. ‘જૈનકુળોમાંથી, કહો કે, ધર્મીકુળોમાંથી ઉત્તમ જાતના આચારો નાશ પામ્યા, એનું જ આ અનિષ્ટ પરિણામ છે. એમ એક પણ વિચક્ષણ આત્માને જો તે વિચારે તો તેને સમજાયા વિના નહિ જ રહે. આજે ઉછીના વિચારોથી વિચારક બનેલાઓએ શુદ્ધ આચારોની મર્યાદા સામે કાળું વાતાવરણ કેળવીને જ આવી નિધૃણ દશાને ઉત્પન્ન કરી છે. અન્યથા, આર્યદેશમાં, આર્યજાતિમાં અને આર્યકુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓમાં આવી નિર્ઘણ દશા ઉત્પન્ન ?િ થવી એ અસંભવિત જેવી બીના છે. આર્યજાતિ અને આર્ય(f) કુળોમાંથી પરલોકનો ખ્યાલ સરખોય ભૂંસાઈ જાય, એ શું આધ્યાત્મિક દૃષ્ટિએ નાની-સુની નુકશાની છે ? આ વસ્તુને આર્યો જો પોતાની આર્યતાને દૃષ્ટિ સન્મુખ રાખીને સહજ પણ વિચારે તો હું જરૂર તેઓ પોતે જ પોતાની થયેલી નિર્ગુણ દશાથી કંપી ઊઠે. પણ વાત આ છે કે આ બધું વિચારે કોણ?
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy