SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સતત ભાગ-૨ 1 . . રિમ-લક્ષ્મણને સજ્જ બન્યાં છે. અર્થા-સહદેવી જેમ મોહરાજાને આધીન થયેલી છે, તેમ રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ પણ સર્વ રીતે આત્મસમર્પણપૂર્વક ધર્મરાજાના શરણે થયેલા છે, અન્યથા વાઘણને રોષથી વેગપૂર્વક ઉપર ધસી આવતી જોવા છતાં પણ, ધર્મધ્યાનમાં રત બનીને કાયાના ઉત્સર્ગ-ત્યાગપૂર્વક સ્થિરપણે ઉભા રહેવા જેટલી સ્થિરતાનું દર્શન આપણને તે મહામુનિમાં થયું, તે ન થાત. ધર્મરાજાની સેવામાં સંપૂર્ણ રીતે સમર્પાઈ ગયેલા શ્રી સુકોશલ રાજર્ષિ મહામુનિ, એવા તો શુભધ્યાનમાં મગ્ન બની ગયા છે કે એવા પ્રકારનો ઉત્કટ ઉપસર્ગ કરનારી વાઘણ “આ કરે છે એવો વિચાર સરખો પણ એ મહામુનિના અંતરમાં નથી ઉદ્ભવતો, એટલું જ નહિ પણ એ મહામુનિ તો ઉલટું એ વાઘણને પોતાના કર્મક્ષયમાં સહાયક માની પોતાની સાધનામાં વધુને વધુ ઉલ્લાસપૂર્વક સજ્જ થાય છે. એ જ દશાનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે कर्मक्षय सहायेय-मिति मम्लौ मुनि ने सः । विशेषतस्त्वभूदुच्चा - वचरोमांच कंचुकः । વ્યાÁવં બ્રાઈમનોવિ, શુcoધ્યાનકુવેયવાનું, તે तत्कालोत्केवलो मोक्षं सुकोशलमुनिर्ययौ ॥ તે શ્રી સકોશલ મહામાન, વાઘણનો એવો ઉત્કટ ઉપસર્ગ છતાં વણ “આ મારા કર્મક્ષયમાં સહાય કરનારી છે. આ પ્રમાણેના વિચારથી ગ્લાનિ ન પામ્યા પણ ઉલ્ટા વિશેષ પ્રકારે ઊંચા-નીચા રોમાંચ કંચકને ધારણ કરનારા થયા, એટલે કે કુરપણે અને કરપીણ રીતે ઉત્કટ ઉપસર્ગ કરનારી વાઘણને કર્મક્ષયમાં સહાય કરનારી મારીને શ્રી સુકોશલ મહામુનિ ગ્લાનિ નહીં પામ્યા. પણ વીર્ષોલ્લાસના યોગે તે મહામુનિની રોમરાજી ઉલ્ટી વિશેષ પ્રકારે વિકસ્વર થઈ. એટલે જ એ પ્રમાણે વાઘણ દ્વારા ખવાતા એવા પણ શ્રી સુકોશલ નામના રાજર્ષિ મહામુનિ, શુક્લધ્યાનને પામ્યા અને કેવળજ્ઞાન પામી મોક્ષમાં જે પધાર્યા.' હતી આ પ્રસંગને ધ્યાનમાં લઈ વિચારો કે ધર્મરાજાનાં શરણે સર્વ E પ્રકારે સમર્પિત થઈ ગયેલા પુણ્યાત્માઓની પોતાના અંગત વૈરીઓ ઉપરની મનોદશા કેવી વિશિષ્ટ અને સદ્ભાવોથી ભરેલી હોય છે ? હું પોતાના ઉપર ક્રૂરતાભર્યા હુમલા કરનારા ભયંકર વૈરીઓ પ્રત્યે પણ આ પ્રકારની મનોદશા, એ જૈનશાસનને પામેલા પુણ્યાત્માઓને
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy