SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે વેર થવાનો હેતુ શો ? ઉત્તરમાં મુનિવરે જણાવ્યું કે પૂર્વે “શ્રાવસ્તી નગરીમાં તું દત્ત નામે મંત્રીપુત્ર હતો અને આ અબ્ધિકુમાર દેવતા કાશીનગરીમાં પારધી હતો. દીક્ષિત થયેલો તું એક વાર વિચરતોવિચરતો વારાણસી નગરીમાં ગયો ત્યાં આ શિકારીએ તને જોયો. તને જોવાથી અપશુકન માનીને તે શિકારીએ પ્રહાર કરીને તને પૃથ્વી ઉપર પાડી નાખ્યો. ત્યાં મરણ પામીને તું ‘માહેન્દ્ર કલ્પ' નામના ચોથા દેવલોકમાં દેવ થયો. અને ત્યાંથી ચ્યવીને તું અહીં આ લંકાનગરીમાં ‘તડિત્યેશ' નામનો રાક્ષસપતિ રાજા થયો. અને એ પારધી પાપના યોગે નરકમાં ભમીને અહીં વાનર થયો. આ વેરનું કારણ." ખરેખર, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા પરમતારક એવા મુનિવરોનું દર્શન પણ, હીતપુણ્ય આત્માઓને પોતાની જ અજ્ઞાનતા અને દુષ્ટ ભાવનાતા યોગે અપકારનું કારણ થઈ પડે છે. પરમપૂજ્ય અને પરમતારક મુનિવરના દર્શનને અપશુકનનું કારણ માનવું, એ ઓછી અજ્ઞાનતા છે? અને એ અજ્ઞાનના યોગે મુનિવરના પ્રાણ લેવા સુધીની છેલ્લામાં છેલ્લી હદે પહોંચી જવું, એ ઓછી દુષ્ટતા છે? એ અજ્ઞાનતાથી અને દુષ્ટતાથી, તારકનો સુયોગ મળવા છતાં બિચારા એ પારધીના જીવને નરકમાં ભટકવું પડ્યું, એ ઓછી વાત છે? મુનિ પણ આવા આત્મા ઉપર ઉપકાર કઈ રીતે કરે ? દુ:ખાવસ્થામાં નવકારમંત્રના સ્મરણથી તેની એ અયોગ્યતા નાશ પામી ગઈ અને તે દેવ થયો. અંતે દેવતા પોતાની પૂર્વ સ્થિતિ સાંભળી શાંત થયો અને અસામાન્ય ઉપકારી એવા તે મુનિવરને વંદન કરી, લંકાપતિ શ્રી તડિકેશરાજાને જણાવીને તે દેવ અંતર્ધાન થઈ ગયો. મુનિવરે કહેલા પોતાના પૂર્વભવને સાંભળી, શ્રી તડિકેશરાજાએ પોતાના સુકેશ' નામના પુત્રને રાજ્ય સોંપી, દીક્ષા અંગીકાર કરી અને પરમપદ-મોક્ષપદને પામ્યા. શ્રી ઘનોદધિરથ રાજા પોતાના ‘કિષ્ક્રિધિ' નામના પુત્ર ઉપર કિષ્ક્રિધાનગરીના રાજ્યભારને 'રામાયણ એટલે દીક્ષાની ખાણ...૨ ૨૭ રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy