SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે સાંભળવાથી પુષ્પોત્તર રાજાનો કોપ શાંત થઈ ગયો. ઘણું કરીને વિચારશીલ પુરુષોનો કોપ નિશ્ચયપૂર્વક સહેલાઈથી શમે તેવો હોય છે. પદ્માની ઈચ્છા જાણ્યા બાદ એનો વાંધો તો રહ્યો અને પોતાની મેળે કીર્તિધવલની રાજધાનીમાં પોતાની પુત્રી શ્રીકંઠને મોટા મહોત્સવપૂર્વક પરણાવી પછી તે પુષ્પોત્તર રવાના થયો અને પોતાના નગરમાં ગયો. આ પછી કીર્તિધવલ રાજાએ શ્રીકંઠને કહયું કે “હે મિત્ર ! તમે હવે અહીં જ રહો કારણકે વૈતાઢ્યગિરિ ઉપર હમણાં તમારા શત્રુઓ ઘણા છે. આ રાક્ષસદ્વીપની નજદીકમાં જ વાયવ્ય દિશામાં ત્રણસો યોજનના પ્રમાણવાળો વાનર’ નામનો દ્વીપ છે. તે સિવાય બીજા પણ બર્બરકુળ અને સિંહલ વિગેરે મારા દ્વીપો છે, કે જે દ્વીપો ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વર્ગના ખંડ સમા છે તેમાંથી કોઈ એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક, આપણો વિયોગ ન થાય તે રીતે તમે સુખપૂર્વક રહો ! જોકે તમને શત્રુઓથી જરાપણ ભય નથી, તોપણ મારા વિયોગના ભયે તમારે ત્યાં જવું એ યોગ્ય નથી.” શ્રીકંઠ રાજાનો વૃત્તાંત હવે શ્રી કીર્તિધવલ રાજાના ઉપર્યુક્ત સ્નેહપૂર્વકના કથનથી અને વિયોગ સહન કરવાની અશક્તિથી, શ્રીકંઠ રાજાએ વાનરદ્વીપમાં નિવાસ કરવાનું કબૂલ કર્યું શ્રીકંઠ રાજા કબૂલ થવાથી શ્રી કીર્તિધવલ રાજાએ વાનરદ્વીપમાં આવેલા 'કિષ્ક્રિધા' નામના પર્વત ઉપર આવેલી કિર્ડિંધા' નામની નગરીના રાજ્ય ઉપર “શ્રીકંઠ' રાજાને સ્થાપન ર્યો. ત્યાં આગળ આજુ બાજુ ફરતાં, મોટા શરીરવાળા અને ફળોનું ભક્ષણ કરનારા ઘણા મનોહર વાનરો શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. શ્રીકંઠ રાજાએ તે વાનરો માટે અમારિની ઉદ્દઘોષણા કરાવી અન્નપાનાદિક અપાવવા માંડ્યું.' શ્રીકંઠે આખી પ્રજાને હુકમ કર્યો હતો કે વાનરોને જરાપણ તકલીફ ન 'રામાયણ એટલે દીક્ષાની ખાણ... ૨ ૨૧ રાક્ષશવંશ ૨૧ અને વાનરવંશ અને વાનરવંશ જ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy