SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ b-led àpdpi pe pahe જૈન રામાયણઃ રજોહરણની ખાણ ૧૬ અમે બાપ, અમારી આજ્ઞા બાળકે માનવી જ જોઈએ એમ કહેવું, ખોટી પણ આજ્ઞા મનાવવા બળજબરી કરવી, પણ તમે શ્રી મહાવીરપિતાની આજ્ઞા કેટલી માનો છો ? આજનાં મા-બાપને બાળક આજ્ઞા માને એ યાદ આવે, પણ માબાપ આજ્ઞા કેવી કરે એ યાદ ન રાખે. આ રીતે આજે ફાવતી વાત કરે. જ્ઞાની કહે છે કે શ્રી જિનેશ્વરદેવે તો સીધી સડક બાંધી છે કે જેને આશ્રય કરનારા બધા જ માર્ગસ્થ બને. સૌ-સૌની સ્થિતિ તપાસે તો બાધ નથી. કાગડાને ધોળો તથા રાતને દિવસ જો ગુરુ કહે, તો શિષ્ય તહત્તિ કહે અને શંકા થાય તો શંકાના સમાધાન માટે એકાંતે સવિનય પૂછે કે ‘ભગવન્ ! કાગડો ધોળો એનું રહસ્ય શું ?' પણ એકવાર તો તત્તિ જ કહે. તેમજ ગુરુ પણ શ્રી જ્ઞેિશ્વરની આજ્ઞાથી એક કદમ પણ આઘા ન જાય : આઘા ન થઈ જવાય તેની પૂરતી કાળજી રાખે. જ્ઞાની પુરુષો કહે છે કે જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ પ્રરૂપણા કરતાર ગુરુની આજ્ઞામાં રહેવું, એ ઇરાદાપૂર્વક આત્માનો નાશ કરવા બરોબર છે.
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy