SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અવસર્પિણી સમયના અગિયારમા તીર્થપતિ ભગવાન્ શ્રી શ્રેયાંસનાથ સ્વામીના તીર્થમાં કીર્તિધવલ' નામના રાક્ષસેશ્વર થયા.” આ ઉપરથી : સમજાશે કે પ્રથમ શ્રી રાવણના પૂર્વજોની પરંપરા ચાલે છે. અને તેમાં પ્રથમ તો માત્ર સામાન્ય રીતે નામ જ ગણાવે છે શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી તથા શ્રી રાવણનું ચરિત્ર વર્ણવતાં, પ્રથમ પ્રતિવાસુદેવ શ્રી રાવણની વંશપરંપરાનું વર્ણન કરે છે. એ ઉપરથી પણ સમજાય છે કે – ‘શ્રી જૈનશાસનની પરંપરા પણ જુદી છે. એટલે કે - શ્રી જેનશાસનમાં જન્મેલા બાલ્યકાળમાં સંયમ મળે તો આનંદ માને અને તેમ ન બને તો, તે અવસરે સંયમધર થવાને ચૂકે નહિ. કારણકે સંયમ, એ તો જિનશાસનને પામેલાનો શણગાર છે. આ વાત તમને શ્રી રાવણની પરંપરાના વર્ણનથી સારી રીતે સમજાશે. અહીં એક ખુલાસો કરી લઈએ કે – કેટલાકો શ્રી રાવણ વિગેરેને રાક્ષસ કહે છે પણ તેમ નથી. રાક્ષસદ્વીપના માણસો માટે તેમનો વંશ તે રાક્ષસવંશ અને માટે જ તેઓ રાક્ષસ કહેવાય છે. જેમ ગુજરાતનો ગુજરાતી, કાઠિયાવાડનો કાઠિયાવાડી, તેમ રાક્ષસદ્વીપના માણસો રાક્ષસો કહેવાયા. શ્રી જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા રાક્ષસદ્વીપની લંકા નામની નગરીમાં, રાક્ષસવંશના કંદસમા શ્રી ઘનવાહન નામના રાજા હતા. આ અવસર્પિણીના બીજા તીર્થપતિ ભગવાન્ શ્રી અજિતનાથસ્વામી વિચરતા હતા, ત્યારની આ વાત છે. શ્રી રાવણની વાત છે - શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, અને પરંપરા ચાલે છે-શ્રી અજિતનાથ સ્વામીના સમયથી, સુંદર બુદ્ધિથી શોભતા શ્રી ઘનવાહન રાજા પોતાના પુત્ર મહારાક્ષસને રાજ્ય આપી, શ્રી અજિતનાથ સ્વામીની પાસે સંયમ લઈ શિવપદને પામ્યા. ‘શ્રી મહારાક્ષસ' રાજા પણ ચિરકાળ સુધી રાજ્યને ભોગવીને પોતાના પુત્ર શ્રી દેવરાક્ષસને રાજ્ય સોંપી સંયમ અંગીકાર કરી મુક્તિપદને પામ્યા. એવી રીતે રાક્ષસદ્વીપના સાચું હિતેષીપણું...૧ ૧. રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy