SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ b-lelo pdpb Pe bene જૈન રામાયણઃ રજોહરણની ખાણ ૩૧૬ આઘાત થયો. વિષપાનથી જેમ સંજ્ઞારહિત થવાય, તેમ તેને મૂર્છા આવી. ચંદનજળના સીંચનથી તથા પંખાના પવનથી સંજ્ઞા પામીને, દીન વચને એ મહાસતિ અંજ્ઞાસુંદરીએ જે પ્રકારનો વિલાપ કર્યો,” તે આપણે બરાબર જોઈ ગયા અને વિચારી ગયા. અજ્ઞાન તથા મોહના સામ્રાજયમાં એમ બને એમાં કાંઈ આશ્ચર્ય જેવું પણ નથી. પરંતુ આ રીતે રોયા કરવાથી શુભને બદલે અશુભ પરિણામ આવી જવાની ભીતિથી, શ્રી પ્રતિસૂર્ય શ્રીમતી અંજ્ઞાસુંદરીને સમજાવી કે ‘આ રીતે અહીં રોયા કરવાથી ત્યાં પરિણામ ભયંકર આવશે, એટલે કે જો આપણે જયાં પવનંજય હોય ત્યાં જલ્દી નહિ પહોંચી જઈએ, તો શ્રી પવનંજય ચિંતામાં પડી બળી મરે, માટે આપણે એકદમ શ્રી પવનંજયની શોધ માટે ચાલી જ નીકળવું જોઈએ.’ આ રીતે રોતી શ્રીમતી અંજ્ઞાસુંદરીને સમજાવીને અને પુત્રસહિત શ્રીમતી અંજનાસુંદરીને શ્રેષ્ઠ વિમાનમાં બેસાડીને પ્રતિસૂર્ય પવનંજયને શોધવા માટે ગયો. શોધ માટે ભમતો પ્રતિસૂર્ય, જે વનમાં પવનંજય સળગતી ચિતામાં બળી મરવા માટે સજ્જ થઈને રહેલો છે અને તેના પિતા તેને એમ કરતાં અટકાવી રહેલ છે, તેજ ‘ભૂતવન’ નામના વનમાં પહોંચ્યો અને રોતા પ્રહસિતે દૂરથી પણ પ્રતિસૂર્યને જોયો. કારણકે પવનંજયના સઘળા રક્ષકો કોઈપણ દિશાથી શ્રીમતી અંજ્ઞાસુંદરીને આવતી જોવાને આતુર છે અને તેમાંય ‘પ્રહસિત’ તો પવનંજયનો ખાસ પ્રાણપ્રિય મિત્ર છે, એટલે એ તો જોવાને આતુર હોય જ. ‘પોતાના મિત્રના જાનને બચાવનારી એકલી શ્રીમતી અંજ્ઞાસુંદરી જ છે.' એમ માનનાર પ્રહસિત પોતાના મિત્રની પત્ની અંજનાને આવતી જોવાને માટે અશ્રુપૂર્ણ નેત્રે જોઈ રહેલ છે, કારણકે તેની એ ખાત્રી છે કે ‘શ્રીમતી અંજ્ઞાસુંદરીના આવ્યા વિના પોતાનો પ્રાણપ્રિય મિત્ર કોઈ પણ રીતે જીવી શકે તેમ નથી.’
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy