SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ કારમો કર્યોદય શ્રીમતી અંજનાસુંદરીને તેના તીવ્ર અશુભના ઉદયે નિરાધાર કરી મૂકી. બાવીસ વર્ષ સુધી અખંડપણે શીલનું પાલન કરનારી પોતાની કુલીન પુત્રવધૂ ઉપર, વગર વિચાર્યું સાસુએ કલંક મૂકી દીધું અને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી આથી “પિતાજીને ઘેર શરણ મળશે, માતા આશ્વાસન આપશે અને ભાઈ ખબર પૂછશે એવી આશાથી કંઈક નિર્લક્તા સ્વીકારીને પણ તે એક ભિક્ષુકીની જેમ પિતાજીના મકાન પાસે આવી, પણ પિતાજીને તથા ભાઈએ તો મુખ પણ જોયા વિના, મકાનની બહારથી ને બહારથી જ કાઢી મૂકાવી અને તેની માતાએ પણ આ બનાવની ઉપેક્ષા જ કરી. આ સ્થિતિથી એક અબળાને અસહા દુ:ખ થાય એ સહજ છે, પણ કર્મસત્તા એ નથી જ જોતી કે ‘આ અબળા છે કે સબળા છે?” એ તો પાપ આચરનારને યથાસમયે પોતાના વિપાકનું ભાન ગમે તેવી અવસ્થામાં પણ કરાવે જ છે. એની સત્તા આગળ કોઈનું જ ચાલી શકતું નથી, માટે એનાથી ભાગવાના પ્રયત્નો કરવા કરતાં, અગર એના વિપાકોદય સમયે ગમે તે રીતે બચી જવાના વિકલ્પો વગેરે કરવા કરતાં, તેનાથી બેપરવા રહી કોઈપણ પ્રકારની અસમાધિ વગેરે ર્યા વિના અનંજ્ઞાનીઓની આજ્ઞા મુજબ તેનો મૂળથી જ વિનાશ કરવાના પ્રયત્નો આચરવા જોઈએ પણ એવા પ્રયત્નો તો કોઈ પુણ્યશાળીઓ કે જેઓ અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માના શાસનને સમજી શક્યા હોય, તેઓ જ કરી શકે છે પણ અન્ય સામાન્ય આત્માઓ તો નહિ જ! આથી જ ભાગ્યશાળીઓ ! વિચારો કે કર્મોદયને આધીન થઈ ગયેલી શ્રીમતી અંજનાસુંદરી પતિની હાજરીમાં પણ દુ:ખદ રીતે ગુજારેલી બાવીસ-બાવીસ વરસોને કેવી રીતે ભૂલી જાય છે ! અને એથી જ સમજી શકાય તેમ છે કે મોહરાજાની મોહિનીમાં આખુંય વિશ્વ મૂંઝાયેલું રાક્ષશવંશ અને વાનરવંશ ? જૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજના...૭
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy