SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ) જૈન રામાયણઃ ૭૨. ભાગ-૧ રજોહરણની ખાણ * ધર્મ સિવાય સર્વત્ર શરણાભાવ દેખાડતા અદ્ભુત પ્રસંગો : ૧. પ્રથમ પ્રસંગ. સાસુનો કારમો કેર હવે આપણે એ જોવું છે કે શ્રી પવનંજયના ગયા પછી અહીં શ્રીમતી અંજનાસુંદરીની શી શી હાલત થાય છે?" જે દિવસે પવનંજયે પોતાને મળીને પ્રયાણ કર્યું, તે જ દિવસે શ્રીમતી અંજ્ઞાસુંદરીએ ગર્ભ ધારણ કર્યો. ગર્ભના યોગે શ્રીમતી અંજ્ઞાસુંદરીના શરીરના અવયવો વિશેષ સુંદર બન્યા અને એ સુંદર અવયવોથી તે શોભવા લાગી. ‘સંપૂર્ણપણે પાંડુ વર્ણવાળુ મુખ, શ્યામ મુખવાળા સ્તનો, અતિશય આળસુ ગતિ, પહોળા અને ઉજ્જવળ નેત્રો' આ અને બીજા ગર્ભમાં ચિહ્નો શ્રીમતી અંક્લાસુંદરીના શરીર ઉપર સ્પષ્ટ દેખાવા લાગ્યા. શ્રીમતી અંક્લાસુંદરીના શરીર ઉપર એ બધા ગર્ભચિહ્નો જોતાની સાથે જ તેની કેતુમતી' નામની સાસુએ, એકદમ તિરસ્કારપૂર્વક બોલવા માંડયું કે હેને ? મિદ્રમાઘરા, કુનદ્રયdhidhøત્ ? देशान्तरगते पत्यौ, पापे यढुढरिण्यभूः ११११॥" અરે પાપિણી ! બેય કુળને કલંકિત કરનાર એવું તે આ શું આચર્યું કે જેથી પતિ પરદેશ ગયે ક્લે તું ઉરિણી એટલે ગર્ભણી થઈ?" પતિની ગેરહાજરીમાં બેય કુળને કલંકિત કરનારી આચરણા કર્યા વિના ગર્ભ રહે જ નહિ, માટે જરૂર એવું અંક્લાએ આચર્યું જ છે, એમ માનીને કેતુમતી સાસુ અંજ્ઞાને પાપિણી તરીકે સંબોધીને તિરસ્કાર પૂર્વક પૂછે છે કે તે બંનેય કુળને કલંકિત કરનાર એવું શું આચર્યું કે જેથી તું આ રીતે ગર્ભિણી થઈ? પોતાના જ વડિલ તરફથી પૂછાયેલા આવા કારમાં પ્રશ્નનો ઉત્તર, એક મહાસતીએ આપવો એ ઘણું જ કઠિન કામ છે. આવો પ્રશ્ન મહાસતીઓના હૃદય ઉપર કેવી ભયંકર અસર કરે છે, એની ખબર કુલ્ટાઓને ન જ પડે. આવા પ્રશ્ન સાંભળતાની સાથે જ મહાસતીઓ રાક્ષસવશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy