SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કે ધર્મના ભોગે આર્ય દેશને છાજતો ઉદય કોઈપણ કાળે થયોય નથી, અને થશેય નહિ ! ખોટી ઘેલછાથી, ઉધમાતથી કે ધમાધમથી જો ઉદય થયો હોત, તો તો ઉલ્લંઠ લોકોએ પોતાનો ઉદય સૌથી પ્રથમ સાધ્યો હોત, પણ શું એ કદી બન્યું છે એમ તમારો ઇતિહાસ પણ તમને કહે છે ? અને કહેતો હોય તો બતાવો ! આંધળીઆ કરી સ્વપરનો વિનાશ થાય તેવી પ્રવૃત્તિઓ આદરવી એમાં તો પરિણામે નાશ સિવાય બીજુ કશું જ નથી. વિષયાવેશની ભયંકર વિવશતા ઉપરની રીતે દંપતિને એકત્રિત થયેલ જોઈને, પવનંજયનો મિત્ર પ્રહસિત અને શ્રીમતી અંજ્ઞાસુંદરીની સખી વસંતતિલકા, એ બંન્નેય બહાર નીક્ળી ગયા કારણકે ચતુર આત્માઓ એકાંતમાં રહેલ દંપતિઓની પાસે રહેતા નથી. એ બંનેના ગયા પછી, તે મહેલમાં શ્રીમતી અંજ્ઞાસુંદરી અને શ્રી પવનંજય, એ ઉભયે ઇચ્છા મુજબ પૌદ્ગલિક આનંદ કે જે પરિણામે ઘણો ક્યુ છે તેને અનુભવ્યો અને આનંદરસના આવેશમાં ત્રણ પ્રહરની રાત્રિ જાણે એક પ્રહરમાં ચાલી ગઈ અર્થાત્ રાત્રિ એક પ્રહર પૂરો થાય તેમ પૂરી થઈ ગઈ. કહો કે ‘વિષયાવેશ આત્માને કેવો અને કેટલો પરાધીન બનાવે છે ? વિષયાવેશને આધીન બનીને ઘણાય શાણાઓએ પોતાનું શાણપણું ગુમાવ્યું છે. આથી જ દરેક વ્રતોમાં અપવાદનું વિધાન કરનાર શ્રી જ્ઞેિશ્વરદેવના શાસને, ચોથા વ્રતમાં અપવાદનું વિધાન નથી કર્યું કારણકે એનો અપવાદ આત્માને વ્રતવિહીન કરતા ચૂકે તેમ નથી. જ્ઞાનીઓએ વર્ણવેલી વિષયોની ભયંકરતાને જાણીને, એનાથી બચવાના પ્રયત્નો કરનારા, ખરખરે જ, ધન્યાવાદને પાત્ર છે. વિષયરસથી બચવાના સઘળા શાસ્ત્રવિહીત પ્રયત્નો, કલ્યાણના અર્થીઓએ આદરવા જ જોઈએ અન્યથા એ રસ એટલો બધો ભયંકર છે કે ભલભલાને ૨૬૯ રાક્ષશવંશ અને વાનરવંશ ક્રૂર કર્મની મશ્કરી:પવનંજય અને અંજના...૭
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy