SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ હું આવ્યો છું અને જેમ વસંતઋતુની પૂંઠે જ કામદેવ આવે છે, તેમ મારી પાછળ જ આપના પ્રિય આવી રહી છે એમ આપ જાણો.' આ પ્રમાણે સાંભળીને શ્રીમતી અંજનાસુંદરી પ્રહસિતને કહેવા લાગી કે "अंजनापि जगादैवं, हसितां विधिनैव माम् । मा हसीस्त्वं प्रहसित !, क्षणोऽयं न हि नर्मणः ॥११॥" "अथवा नैष दोषस्ते, दोषो मत्पूर्वकर्मणाम् । कुलीनस्तादृशो भर्ता, त्यजेन्मां कथमन्यथा ॥२१॥" “grગ્રહvમૃત્યેવ, મુવા સ્વામિના મમ ? દ્રાવિંશતિ સમા નમુ-નવાગ્યા પાલવની ૪૩” “હે પ્રહસિત ! વિધિ વડે જે હસાયેલી એવી મને તું ન હસ ! આ ક્ષણ નર્મનો નથી, એટલે કે કાગર્ભિત હાંસી કરવાનો આ અવસર નથી. અથવા જૂર કર્મની મશ્કરી:૫વનંજય અને અંજતા...૭ “આવે અવસરે પણ તું આવી જાતિનો ઉપહાસ કરે છે, તેમાં તારો ઘેષ નથી પણ મારા પૂર્વ કર્મોનો જ ઘેષ છે. જો હું પૂર્વે કરેલા અશુભ કર્મોના ઉદયથી ઘેરાયેલી ન હોત, તો તેવા પ્રકારનો કુલીન એવો ભર્તા અને મને ત્યજી કેમ દેત ?" આજ કાલ કરતાં પાણિગ્રહણથી આરંભીને સ્વામિએ છોડેલી અવસ્થામાં જીવતી એવી મને બાવીસ બાવીસ વરસ વીતી ગયા, તે છતાંય હું આ રીતે જીવું છું. એથી ખરેખર હું પાપિણી છું." શ્રીમતી અંજનાસુંદરીના ઉદ્ગારોમાં કેટલી નમ્રતા, કેટલી વિવેકશીલતા, કેટલી પતિભક્તિ અને કેટલો પશ્ચાતાપ નીતરે છે ? ખરેખર, આવી ગુણમયી દશા સામાન્ય આત્માઓ નથી જ પામી શક્તા. સામાન્ય આત્માઓ આવી દશાને પામવા જેવું હદય જ નથી ધરાવતા શ્રીમતી અંજનાસુંદરીના ઉદ્ગારોમાં છે કોઈનો પણ દોષ કાઢવાની વૃત્તિ? છે પતિના પ્રત્યે એક લેશ પણ અસદ્ભાવ? છે પશ્ચાતાપ સિવાયની ત, રાક્ષશવંશ ૨૬૩ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy