SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પીડાતી હતી તેના ગળામાં રહેલી મોતીની માળાના મોતીઓ હદયના સંતાપથી ફરી રહ્યા હતા મૂકાતા દીર્ઘ નિઃશ્વાસના યોગે તેના કેશોની માળા તરલ બની રહી હતી અને નીચે બેસવાથી તેની ભૂજાએ લાગેલા મણિકંકણો સરી પડ્યા હતા. આથી તેને ‘વસંતતિલકા' નામની દાસી વારંવાર આશ્વાસન આપતી હતી. તે છતાંય તે ગાંડી બની ગઈ હોય તેની જેમ શૂન્ય સ્થાનો ઉપર દૃષ્ટિ નાંખીને શૂન્ય ચિત્તવાળી થઈ હોય તેમ, કાષ્ટની પુતળીની જેમ લાગતી હતી.' એમાં જ વિશ્વનું કલ્યાણ છે. ખરેખર, આ સંસાર અને સંસારીનો આ સ્વભાવ જ છે કે વિષયની આસક્તિ સારા ગણાતા આત્માઓને પણ આ રીતે દુઃખી કરે છે, શ્રીમતી અંજનાસુંદરીમાંથી જો વિષયવાસના નીકળી ગઈ હોત, તો તેની આ દશા ન હોત ! ખેર, વિષયવાસનના યોગે ભલે તેની દશા આવી હતી, પણ તેનું સતીપણું તો અખંડિત જ હતું કારણકે આટલુંઆટલું છતાં પણ પવનંજય સિવાય કોઈપણ પુરુષને તેના હૃદયમાં સ્થાન ન હતું. તેના અંતરમાં બીજી કશી જ પાપ ઈચ્છા ન હતી એને માટે જ એના વખાણ શાસ્ત્રમાં લખાયા. આ વસ્તુ ઉપર ખૂબ-ખૂબ વિચાર કરો. આ વસ્તુ ખાસ વિચારવા જેવી છે. માત્ર પરણવા જેટલો જ જે પતિ સાથે સંબંધ થયો છે અને પરણીને તરત જ જેણે ત્યજી દીધી છે, તથા બાવીસ-બાવીસ વરસ સુધી જેણે ખબર સરખી પણ નથી લીધી અને મળવા તા તથા પગે પડીને વિનવવા છતાં જેણે ભયંકર અવગણના કરી છે, તેવા પતિ પ્રત્યે અખંડ પ્રેમ બની રહેવો અને અનેકાનેક વિષયની વાસનાઓથી પેદા થતી અકથ્ય યાતનાઓને સહવા છતાંપણ અન્ય પ્રત્યે હદય ન વળવું, એ કાંઈ નાનીસુની વાત નથી. આવી પણ કઠીન વસ્તુને શ્રીમતી અંજનાસુંદરીએ સિદ્ધ કરી છે. તે શીલ પ્રત્યેના પોતાના અચલ પ્રેમના કારણે શીલ પ્રત્યેનો પ્રેમ વિના આ વસ્તુ બનવી, એ કોઈપણ રીતે શક્ય નથી. આવા શીલપ્રેમને ક્રૂર કર્મની મશ્કરી પવનંજય અને અંજનાં...૭ છે ૨૫૯ રાક્ષશવંશ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy