SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણઃ - રજોહરણની ખાણ 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ શરૂથી જ પર્વતના જેવા દુ:ખના ભારથી દબાઈ ગયેલી અને નથી જોયું મારા સંગમનું સુખ જેને એવી તે અંજનાસુંદરી કેવી રીતે રહી શકતી હશે ? ખરેખર ‘મને ધિક્કાર હો ધિક્કાર ! મારા અવિવકથી બિચારી તે મરી રહી છે ! તેવી હત્યાના પાપથી દુર્મુખ એવો હું ક્યાં જઈશ?' આ પ્રકારના વિચારોથી પવનંજય પોતે જ રીબાવા લાગ્યો. આથી સમજાશે કે કામરસિક આત્માના કારણસરના ત્યાગનો વસ્તુત: - ત્યાગ ત્યારે જ થાય કે જયારે કામ અને કામનાં સાધનો જ દુ:ખમય ભાસે. કામનાં સાધનો અનુકૂળ નથી માટે અગર કામનાં સાધનોને અનુકૂળ કરવાના ઈરાદે કરાતો ત્યાગ, એ તો એક રીતે રાગ કરતાં ભયંકર છે. અને દુનિયાને આ વસ્તુ સમજાઈ જાય, તો આજની સઘળી અવિચારી ધમાધમો આપોઆપ અટકી જાય અને દુનિયા સાચી શાંતિની શ્વાસ લઈ શકે, પણ દુનિયાને ઉન્માર્ગે ચઢેલા ઉપદેશકોએ એવી તો ઘેરી લીધી છે કે દુ:ખમય, દુઃખફલક પરંપરાવાળી ધમાધમોથી તેનો સહેલાઈથી છૂટકારો થવો દુ:શક્ય છે. એ વાતને દૂર રાખી આપણે પ્રસ્તુત વાત ઉપર આવો અને વિચારો કે કર્મની ગતિ કેવી વિચિત્ર છે? અત્યાર સુધી એના વિનવતી હતી તો પણ જેના હૃદયમાં કંઈ વિચાર નહોતો આવ્યો, તેને અત્યારે આવા વિચારો આવે છે. આવા વિચારોથી મુંઝાતા તેણે પોતાના તે વિચાર પ્રહસિતને કહા, કારણકે પોતાના દુ:ખને કહેવાનું પાત્ર મિત્ર વિના પ્રાય: અન્ય હોઈ શકતું નથી. અંજનાના અશુભોદયથી તદ્દન ફેરવાઈ ગયેલું પવનંજયનું હદય, તે અશુભય ટળવાથી, એક નહિ જેવા નિમિત્તને પામીને પલટાઈ ગયું અને એ હદય પલટો પવનંજયે પોતાના વિશ્વાસપાત્ર મિત્ર પ્રહસિતને દર્શાવ્યો. પવનંજય અંજનાના મહેલ તરફ પોતાના મહેલમાં શ્રીમતી અંજનાસુંદરી વિલાપ કરે છે અને પવનંજય માનસ સરોવરના પરિસરમાં ચક્રવાકીનો વિલાપ જોઈ મુંઝાયો છે તથા એ મુંઝવણને તે પોતાના મિત્ર પ્રહસિતે જણાવતા કહે છે કે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy