SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવશ ભાગ-૧ જૈન રામાયણઃ 5 ૨૪૨ રજોહરણની ખાણ ' “તે સુંદરી પોતાના પતિ સિવાય અન્યમાં પોતાના મનને નહિ સ્થાપન કરતી અને પોતાના મુખકમળને જાનુના મધ્યભાગમાં સ્થાપન કરીને, પોતાના પતિનાં આલેખનોથી જ દિવસોને પસાર કરતી હતી." આ કારણથી “મુહુરાનધ્યમનાવ, સરટિશ્યાટુપૂર્વવત્ ? વરપુટેવ હેમન્ત, ન સા તૂળrdhતાં નહી ર૪ ” હેમન્ત ઋતુમાં જેમ કોયલ પોતાના મૌનને નથી જતી, તેમ સખીઓ પ્રેમપૂર્વક વાંરવાર બોલાવતી હોવા છતાંપણ શ્રીમતી અંજનાસુંદરી પોતાના મુંગાપણાને તજતી ન હતી અર્થાત્ શ્રીમતી અંજનાસુંદરી પોતાનો સમય મોટે ભાગે મૌનમાં જ પસાર કરતી હતી." આ સ્થળે કુલીન અને શીલધર્મના મહિમાથી સુપરિચિત સ્ત્રીઓની મનોદશા કેવી હોય છે, એ ખાસ વિચારી શકાય તેમ છે. પતિએ પરણીને તરત જ છોડી દેવા છતાં અને બાવીસ-બાવીસ વરસો સુધી એક સરખી ઉપેક્ષા કરવા છતાં પણ, પતિ તરફ એક લેશ પણ દુર્ભાવ હૃદયમાં ન આવે, એ જેવી તેવી મનોદશા નથી જ. આવી મનોદશા ત્યારે જ આવે કે જયારે શીલધર્મ અસ્થિમજ્જા બન્યો હોય. શીલધર્મનો પ્રેમ, એ વસ્તુ જ એવી છે કે આત્મામાં અનેકાનેક ગુણો સાહજિક રીતે પ્રગટાવે છે. શૌર્ય અને શૈર્ય આદિ ગુણો શીલસંપન્ન આત્મા પાસે વગર પ્રયાસે આવી જાય છે ઃ અન્યથા આવી દુ:ખદ દશામાં પણ આવી કારમી રીતે ત્યજી દેનાર અને વચનમાત્રથી પણ ખબર નહિ લેનાર પતિ તરફ એક અબળાને આવો સદ્ભાવ ટકી રહેવો, એ કંઈ સામાન્ય વાત નથી. શીલધર્મથી અપૂર્વ રીતે રંગાઈ ગયેલી રમણીઓ, આજ કારણે જગતમાં એકસરખી રીતે પૂજાપાત્ર બની છે. જગતમાં પ્રાય: કોઈપણ આત્મા એવો નથી, કે જે આ રીતના સતીધર્મને પાળતી સ્ત્રીઓ તરફ ભક્તિ ભરેલા હૃદયે ન નમી પડે.
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy