SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જૈન રામાયણઃ રજોહરણની ખાણ ૨૨૮ રાજાને બતાવવા લાગ્યા. પણ આ બધામાંથી એક પણ યુવક ‘શ્રી મહેન્દ્ર' રાજાને પોતાની પુત્રી શ્રીમતી ‘અંજનાસુંદરી' માટે યોગ્ય લાગતો નથી. જુઓ, જે પિતા પોતાની કન્યાને સુખી કરવા માટે યોગ્ય પતિને શોધવા ખાતર આટલા-આટલા પ્રયત્નો કરે છે, એ જ પિતા, શ્રીમતી અંજ્ઞાસુંદરીના અશુભ કર્મના ઉદય સમયે કેવી રીતે વૈરી બનશે, તે પણ આપણે આગળ જોઈશું. પુણ્યોદય જયાં સુધી જાગૃત નહિ હોય, ત્યાં સુધી જોઈતી વસ્તુ કદી જ નહિ મળે, એ યાદ રાખજો. અનેક મંત્રીઓ પૈકીના એક મંત્રીએ, એક દિવસે શ્રી મહેન્દ્ર રાજા સમક્ષ ચિત્રમાં રહેલ બે મનોહર રૂપ ધર્યા. તેમાં એક વિદ્યાધરપતિ હિરણ્યાભ અને તેની પ્રિયા સુમનાથી ઉત્પન્ન થયેલા વિદ્યુતપ્રભનું હતું અને બીજું પ્રહ્લાદ રાજાના પુત્ર પવનંજયનું હતું. રાજાને આ બેય યુવાનો યોગ્ય દેખાયા. આ બેમાં પણ જે વધુ યોગ્ય હોય, તેને પોતાની કન્યા આપવાનો નિર્ણય કર્યો, અને એ નિર્ણયનો અમલ કરવા માટે રાજાએ તે મંત્રીને પ્રશ્ન કર્યો કે‘આ બંનેય રૂપવાન છે અને કુળવાન છે, તે કારણથી આ બંનેમાંથી કન્યા માટે કયો વર યોગ્ય છે ?' આ પ્રમાણેના પ્રશ્નના ઉત્તરમાં તે મંત્રીએ કહ્યું કે " एषोऽष्टादशवर्षायु-र्मोक्षं विद्युत्प्रभो गमी । કૃતિ નૈમિત્તિઃ સ્વામિન્ !, વ્યત્તમારઢ્યાતપૂર્તિનઃ ૨૫૧૫ प्रह्लादतनयस्त्वेष, चिरायुः योग्यो वरस्तदेतस्मै, प्रयच्छाञ्जनसुन्दरीम् ॥२॥” “હે સ્વામિન્ ! નિમિત્તિઆઓએ પ્રથમથી જ કહેલું છે કે આ શ્રી વિદ્યુત્પ્રભ અઢાર વરસના આયુષ્યવાળો છે અને તે મોક્ષમાં જ્વાર છે. આ કારણથી આ વર શ્રીમતી અંજનાસુંદરી માટે યોગ્ય નથી.” पवनंजयः અને “શ્રી પ્રહ્લાદ” રાજાનો પુત્ર શ્રી પવનંજ્ય તો દીર્ઘ આયુષ્યવાળો ܐ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy