SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણઃ . ૨૧૪ રજોહરણની ખાણ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ ‘મચ્છરો' જેવા ગરીબડા આ સૈનિકોને મારવાથી શું?" આ પ્રમાણે બોલતા શ્રી રાવણે પોતાની મેળે જ પોતાના ભુવનાલંકાર' નામના કરિવર ઉપર ચઢીને અને પણછ ઉપર બાણ ચઢાવીને ‘એરાવણ' હસ્તિ ઉપર બેઠેલા શ્રી ઇંદ્રરાજા સાથે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. યુદ્ધ કરતાં શ્રી રાવણ અને શ્રી ઇંદ્રરાજાના હસ્તિઓ પરસ્પરના મુખ ઉપર સૂંઢના વીંટવા દ્વારા જાણે નાગપાશની રચના જ ન કરતા હોય તેમ પરસ્પર મલ્યા. અરણીના કાષ્ટને પરસ્પર અફાળવાથી જેમ અગ્નિના તણખા ઉત્પન્ન થાય, તેમ અગ્નિના તણખાઓને ઉત્પન્ન કરતા તે બંનેય મહાપરાક્રમી હસ્તિઓ પરસ્પર દાંતોથી દાંતોને હણવા લાગ્યા. જેમ વિરહિણી સ્ત્રીઓની ભુજાઓમાંથી સુવર્ણના વલયોની શ્રેણિ નીકળી પડે, તેમ પરસ્પર ઘાત થવાથી તે હસ્તિઓના દાંતોમાંથી સુવર્ણ વલયોની શ્રેણિ ભૂમિ ઉપર પડવા લાગી. જેમ હાથીઓનાં ગંડસ્થળોમાંથી નિરંતર મદની ધારાઓ વર્ષા કરે, તેમ તે હસ્તિઓના દંતઘાતોથી છુંદાઈ ગયેલાં પ્રાણીઓમાંથી નિરંતરપણે લોહીની ધારાઓ વરસવા લાગી. અદ્વિતીય હસ્તિઓના જેવા શ્રી રાવણરાજા અને શ્રી ઇંદ્રરાજા, એ બંનેય રાજાઓ પરસ્પર ક્ષણવારમાં ‘શલ્ય' નામનાં શસ્ત્રોથી, ક્ષણવારમાં બાણોથી અને ક્ષણવારમાં મુર્ગારોથી પ્રહારો કરવા લાગ્યા. તે મહાબલવાન્ રાજાઓ પરસ્પર-પરસ્પરનાં અસ્ત્રોને અસ્ત્રોથી છેદતા હતા અને પૂર્વનો સાગર પશ્ચિમના સાગરથી અને પશ્ચિમનો સાગર પૂર્વના સાગરથી જેમ હીન ન થાય, તેમ તે બેમાંથી એકપણ પાછો હઠતો નહોતો ઉત્સર્ગ અને અપવાદની માફક બાધ્ય અને બાધકપણાને ભજવાવાળાં અસ્ત્રોથી પણ રણરૂપ યજ્ઞમાં દીક્ષિત થયેલા તે બંને રાજાઓ લડ્યા. આ પછી લડતા-લડતાં તે બંને ‘ઐરાવણ’ અને ‘ભવનાલંકાર' નામના હસ્તિઓ એક વૃક્ષમાં રહેલ ફૂલોની જેમ ભેગા થઈ ગયા. તે સમયે જળને જાણનાર શ્રી રાવણ પોતાના હાથી ઉપરથી કૂદીને ઐરાવણ હરિ ઉપર ચઢી ગયા અને હસ્તિના મહાવતને મારી નાંખીને જેમ કરીંદ્રને બાંધી લે, તેમ શ્રી
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy