SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, અને મા-બાપ જોયા કરે બચાવ કરે, ‘એ તો એમ જ ચાલે' એમ જો કહે, તો કહેવું જ જોઈએ કે એ માતામાં માતાપણું, પિતામાં પિતાપણું, ગુરુમાં ગુરુપણું અને સ્નેહીમાં સ્નેહીપણું હોવાનો સંભવ બહુ જ ઓછો છે. સાચી ગુરુતાના સ્વામી ‘શ્રી ક્ષીરકદંબક' નામના ઉપાધ્યાય પોતાના બંને શિષ્યોની તરકગતિ સાંભળીને નિર્વેદ પામ્યા અને એ નિર્વેદથી ઉપાધ્યાયે પ્રવ્રજ્યા (દીક્ષા અંગીકાર કરી. તે પછી વ્યાખ્યાન કરવામાં વિચક્ષણ ‘પર્વતક’ પોતાના પિતાના પદ ઉપર બેઠો અને હું ગુરુની મહેરબાનીથી ‘સર્વ શાસ્ત્રવિશારદ' થઈને તે વખતે મારા સ્થાન પ્રત્યે ગયો. આ બાજુ રાજાઓમાં ચંદ્રસમા ‘શ્રી અભિચંદ્ર' રાજાએ પણ અવસરે દીક્ષા અંગીકાર કરી અને તે પછી લક્ષ્મીએ કરીને વાસુદેવ જેવો ‘વસુ’ રાજા થયો તે પૃથ્વીતલને વિષે ‘સત્યવાદી’ તરીકેની પ્રસિદ્ધિ પામ્યો અને તે પણ પોતાની તે પ્રસિદ્ધિના રક્ષણ માટે સત્ય જ બોલતો હતો. હવે એક દિવસ ‘મૃગયા' એટલે શિકારને ભજ્વાવાળા એક શિકારીએ વિંધ્ય નિતંબમાં હરણિયા ઉપર બાણ મૂક્યું. તે બાણ વચમાં સ્ખલના પામ્યું. બાણની સ્ખલનનાં હેતુને જાણવા માટે તે ત્યાં ગયો. તે પછી હસ્તથી સ્પર્શ કરતા તેણે આકાશના જેવી નિર્મળ સ્ફટિક રત્નની શિલા છે, એમ જાણ્યું. આથી તેણે વિચાર્યું કે જરૂર, ચંદ્રમામાં જેમ ભૂમિની છાયા સંક્રાંત થાય, તેમ બીજી બાજુએ ચરતો પણ આમા સંક્રાંત થયેલો હરણિયો મારા જોવામાં આવ્યો. આ શિલા હસ્તસ્પર્શ વિના કોઈ પણ પ્રકારે જાણી શકાય તેવી નથી, તે કારણથી આ શિલા અવશ્ય પૃથ્વીપતિ ‘શ્રી વસુ’ રાજા માટે જ યોગ્ય છે. એમ જાણી તે શિકારીએ એ વાત એકાંતમાં રાજાને જણાવી. આથી ખુશી થયેલા રાજાએ પણ તે શિલાને ગ્રહણ કરી તે શિકારીને ઘણું જ ધન આપ્યું. આ પછી રાજાએ તે શિલામાંથી ગુપ્તપણે પોતાના આસનની વેદિકા બનાવરાવી અને તે બની ગયા પછી તે શિલાની વેદિકા બનાવનારા કારીગરોનો તેણે ઘાત કરાવી નાખ્યો. કારણકે રાજાઓ કોઈના પણ પોતાના થતા નથી. તે ૧૫૫ રાક્ષશવંશ અને વાનરવંશ દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy