SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જૈન રામાયણઃ રજોહરણની ખાણ આવું સુંદર પરિણામ પ્રાણની પણ દરકાર નહિ કરનારા દેવર્ષિ શ્રી નારદજીના પ્રયત્નને અને શ્રી રાવણના ધર્મરક્ષક પ્રયત્નને જ આભારી હતું. એમાં કોણ ના કહી શકશે ? આથી જ જ્ઞાનીપુરુષો ફરમાવે છે કે ‘શુક્ષ્મ યથાશક્તિર્યંતનીયમ્,' શુભ કાર્યમાં યથાશક્તિ યત્ન કરવો, પણ પ્રમાદ ન કરવો. ૧૫૦ હિંસાત્મક યજ્ઞની ઉત્પત્તિનો ઇતિહાસ अमी पशुवधात्मानः कुतः संजज्ञिरेऽध्वराः । इति पृष्टो दशास्येन, निजगादेति नारदः ܐ ܐ ܐ ܐ ܐ ‘આ પશુવધાત્મક યજ્ઞો ક્યારથી થયા ? આ પ્રમાણે શ્રી રાવણથી પૂછાયેલા ‘શ્રી નારદજી નામના દેવર્ષિએ કહેવા માંડ્યું કે “દિશાઓમાં થયા. વિખ્યાત થયેલી અને નર્મ સખીના જેવી ‘શક્તિમતી’ નામની એક નગરી છે. તે નગરીમાં સુંદર વ્રતવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી પછી અનેક રાજાઓ થઈ ગયા બાદ, રાજાઓમાં શ્રેષ્ઠ ‘શ્રી અભિચંદ્ર’ નામના રાજા તે ‘શ્રી અભિચંદ્ર’ રાજાને મહા બુદ્ધિશાળી અને સત્યવાદીપણાથી પ્રસિદ્ધ ‘શ્રી વસુ' નામનો પુત્ર થયો. ‘શ્રી ક્ષીરકદંબક' નામના ગુરુની પાસે, તે ગુરુના પુત્ર ‘પર્વતક’ રાજપુત્ર ‘વસુ’ અને ત્રીજો ‘હું’ એમ અમે ત્રણે જણા ભણતા. એક દિવસ પાઠના શ્રમથી રાત્રિમાં ઘરની ઉપરના ભાગમાં સૂતા હતા, તે વખતે આકાશમાં જ્તા ચારણ શ્રમણો પરસ્પર બોલ્યા કે – गमिष्यत्यपरौ एषामेकतमः स्वर्गं, नरकं यास्यतस्तच्चा श्रौषीत् क्षीरकदंबकः ‘આ ત્રણમાંથી એક સ્વર્ગમાં જશે અને બીજા બે નરકમાં જશે' આ વાત ‘શ્રી ક્ષીરકદંબક’ નામના ગુરુવરે સાંભળી.' તે સાંભળીને पुनः ર ܐ ܐ ܐ ܐ ܐ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy