SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ gar | જૈન રામાયણઃ ૧ ૪૮ શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ એ જ રજોહરણની ખાણ 1 દ્ધો મત-મૂતાન, નારૈવં ઢશાન ? અરે, મેષ વિતે, નરdorfમુરāર્મરત્ર: ર???? ઘર્મ પ્રોતો દ્વહિંસાત, સર્વસ્ત્રિનાદ્રિતૈઃ ? gશુહિંસાત્મgotઈન્િ, સ doથં નામ નાચતમ્ ૨૨/૪ लोकढयारिं तद्यखं मा कार्षीश्चेत् करिष्यसि । मगुप्ताविह ते वासः, परन्त्र नरके पुनः ११३॥ નરકને અભિમુખ થયેલા તે આ યજ્ઞ કેમ કરવા માંડ્યો છે ? ત્રણે જગતના હિતૈષી શ્રી સર્વજ્ઞદેવોએ નિશ્ચયપૂર્વક અહિંસાથી જે ધર્મ કહાો છે, તે ધર્મ પશુ હિંસામય યજ્ઞથી કેમ કરીને થાય ? અર્થાત્ ન જ થાય ! તે જ કારણથી હું કહું છું કે આ લોક અને પરલોક એમ ઉભય લોકના દુશ્મન સમા આ યજ્ઞને તું ન કર, મારી ના છતાં પણ જો તું કરશે, તો આ લોકમાં તારો વાસ મારા કેદખાનામાં થશે અને પરલોકમાં વળી નરકમાં થશે. આ ઉપરથી તમે જોઈ શકશો કે ધર્મપ્રેમી આત્મા પોતાનાં સઘળાં કામોને બાજુ ઉપર રાખી, ધર્મરક્ષા ખાતર સદાને માટે સજ્જ હોય છે. ધર્મરક્ષાના સમયે જેઓ અનેક અંતરાયો મનસ્વી રીતે ઊભા કરી શકે છે, તેનામાં ધર્મ વાસ્તવિક રીતે પરિણામ પામેલો નથી હોતો, એમ હેજે સમજી શકાય તેમ છે. શ્રી રાવણ જેવા રાજા દિગ્વિજય કરવા નીકળ્યા હતા, પણ દેવર્ષિ શ્રી નારદજીનો પોકાર સાંભળીને એમ ન કહતું કે મને ફરસદ નથી.' પણ સીધા જ શ્રી નારદજીને લઈને ત્યાં ગયા. શ્રી રાવણ ગયા કે બધાં જ ચુપચાપ થઈ ગયા. શ્રી રાવણ કેવા ચહેરે ગયા ? ભયંકર ચહેરે ગયા હૃદયમાં દયા સિવાય કંઈ જ નથી, પણ દેખાવ કરડો રાખીને ગયા. એમને જોઈને બધાને એમ થયું કે હવે શું થશે ?' આમાં કષાય નથી. મોંઢાની ઉગ્રતામાં સામાનું ભલું સમાયેલું છે. બધાએ જાણ્યું કે ‘બળિઓ આવ્યો.' રાવણ ધર્મી હતા. એમના મનમાં કોઈને મારવાની ભાવના તો હતી જ નહિ, પણ દેખાવ તો એવો રાખ્યો કે બધાના મનમાં ભય પેઠો. ધર્મીને મારવાની વૃત્તિ ન હોય, પણ વિરોધીને દેખાવથી તો એમજ થાય
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy