SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધાય કરતાં વાંચકોની દૃષ્ટિ સામે આ પુસ્તક ધરવામાં આવે છે, તે જ પૂરતું છે. વાંચકો સ્વયં પોતાના જૈન કે જૈનેતરપણાના ભેદને ભૂલીને જો આ વાંચશે, તો એ વિષે પોતાનો અભિપ્રાય બાંધી શકશે તેમજ તેમને લાગશે કે આ પુસ્તકમાંથી તેઓ કાંઈક નવીન, કાંઈક જરુરી પામી રહ્યા છે ગમે તેવા સુખદ કે દુ:ખદ પ્રસંગોમાં સાથી બનીને આ ગ્રન્થ એના વાંચકને શાંતિ આપશે, સુખમાં મુંઝાઈ ન જાય અને દુ:ખમાં સત્ત્વ ન ગુમાવી બેસે, એવો કીમીયો આ પુસ્તકમાં પરોપકારરસિક મહાત્માએ બતાવેલ છે. ગ્રન્થકાર મહાત્માનાં મુંબઈમાં બે ચાતુર્માસ થયાં. વિ.સં. ૧૯૮૭માં ત્યાંના સંઘના આગ્રહથી યોગ્યતા વિચારી, આ મહાત્માને ચતુર્વિધ સંઘની હજારોની એકત્રિત મેદની સમક્ષ, તેઓ શ્રીમદ્ભા પરમ ગુરુદેવે વ્યાખ્યાન વાચસ્પતિ પદ, ગણિપદ, અને પંચાસપદ પ્રદાન કર્યું. મુંબઈએ આ પ્રસંગે આઠ દિવસનો ભવ્ય ઉત્સવ કર્યો. આજે આ મહાત્મા અનેકનાં જીવનમાં પલટો લાવીને આત્મિકતાનો પરિચય કરાવી રહ્યા છે. એમનું ઉજ્વલ જીવન આજે જૈનશાસનની ઉજ્વલતાની જ સાક્ષી આપી રહ્યું છે. જૈન સાધુની મહત્તા અહીં આવીને અનેક જૈનેતરો જોઈ શક્યા છે. આત્માનુલક્ષી જગત્ ઈચ્છે છે કે-એઓશ્રી દ્વારા મળતો દુર્લભ ઉપદેશ સારુંય જગત્ સાંભળે. પ્રવચનકારની ઝાંખી પામવા આટલું લખાણ કાફી ગણાય. વધુ તો શું કહું ? પ્રવચનોની આ ધારા જ આપણને ઘણું કહી શકશે, આવો આપણે એ ધારાને માણીએ.. આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ પ્ર.વૈ. સુદ ૧૨, વિ.સં. ૨૦૬૬ શિહોરી (બનાસકાંઠા)
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy