SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ અકસ્માત્ સાગરની વેળા માફક મોટું પાણીનું પૂર આવ્યું. તે પૂરતું પાણી વૃક્ષોને લતાઓની જેમ મૂળથી ઉખેડતું નદીના ઊંચા કિનારાઓ ઉપર પણ પ્રસરી ગયું અને તે પૂરની ચારે બાજુ તટના આઘાતોથી સુક્તિપુટના જેવી લાગતી અને આકાશ સુધી ઊંચે ઊછળતી કલ્લોલોની શ્રેણિઓ, તટ ઉપર બાંધેલી નાવોને ફોડી નાખવા લાગી. ભક્ષ્ય જેમ પેટભરાઓને પૂરી દે, તેમ તે પૂરે પાતાલકુહકની ઉપમાવાળા મોટા પણ કિનારા ઉપરના ખાડાઓને પૂરી દીધા. પૂર્ણિમાની ચંદ્રજ્યોસ્તા જેમ જ્યોતિષ્યક્રનાં વિમાનોને ઢાંકી દે, તેમ તે રેવા નદીએ ચારે બાજુલા દ્વીપોને આચ્છાદિત કરી દીધા. વેગવાન્ મહાવાયુ જેમ વૃક્ષોના પલ્લવોને ઉછાળે, તેમ તે પૂરે ઊછળતી પોતાની મોટી-મોટી ઊર્મિઓથી માછલાઓને ઉછાળવા માંડ્યા. પરિણામે તે ફીણવાળા, કચરાવાળા અને વેગથી આવતા પૂરના પાણીએ પૂજા કરી રહેલા શ્રી રાવણે કરેલી શ્રી અરિહંતદેવની પૂજાને ધોઈ નાંખી. ધર્મી માટે ધર્મનો નાશ સહા કે અસહ્ય ? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે થયેલો પૂજાનો નાશ, શ્રી રાવણને મસ્તકના છેદ કરતાં પણ અસહા લાગ્યો, અને તેથી કોપાયમાન થઈને શ્રી રાવણે આક્ષેપપૂર્વક કહેવા માંડ્યું કે "अरे रे केन वारीढ़, दुर्वारमतिवेतः । अर्हत्पूजान्तरायाया - मुच्यताकारणारिणा १११॥" “પસ્તઢિસ્ત %િ atsધ, મધ્યાહ્રન્ટર્નરથg: ? किंवा विद्याधरः कश्चि-ढसुरो वा सुरोऽथवा ॥२॥" ‘અરે રે ! શ્રી અરિહંત ભગવાનની પૂજામાં અંતરાય કરવા માટે ક્યાં અકારણ અરિએ - દુશ્મને આ દુઃખથી રોકી શકાય તેવા પાણીને અતિવેગથી વહેતું મૂક્યું છે? શું સામી બાજુએ કોઈ મિથ્યાદૃષ્ટિ નરાધિપ છે, વિદ્યાધર છે, અસુર છે કે સુર છે ?" શ્રી રાવણ અને ધર્મભાવ...૪ ૧૨૯ રાક્ષશવંશ ૬ અને વાનરવંશ
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy