SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રામાયણ - ૧ ૦ રજોહરણની ખાણ ૧૧૦ રાસવંશ અને વાનરવંશ ભાગ-૧ "धर्मध्वंसे क्रियालोपे, स्वसिध्धान्तार्थविप्लवे । अपृष्टेनाऽपि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ।।११॥" ધર્મનો ધ્વંસ થતો હોય, મોક્ષમાર્ગની ક્રિયાઓનો લોપ થતો હોય અને પોતાના, એટલે કે શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ પ્રણીત કરેલા પરમશુદ્ધ સિદ્ધાન્ત અને તેના અર્થનો વિપ્લવ થતો હોય, તે સમયે શક્તિમાન આત્માએ તેનો નિષેધ કરવા માટે વગર પૂછ્યું પણ બોલવું યોગ્ય છે.' એ જ પરમર્ષિ આગળ વધીને ત્યાં સુધી કહે છે કે જે આત્મા છતી શક્તિએ શાસનરક્ષાના પ્રયત્ન નથી કરતો, તે આ ઘોર સંસારમાં ચિરકાળ સુધી ભ્રમણ કરનારો થાય છે. અને એ જ વાતની સ્પષ્ટતા આ પરમપુરુષની વિચારણા કરી આપે છે. એ મુનિવર સ્પષ્ટ વિચારે છે કે “યઘપિ હું સંગરહિત છું, સ્વશરીર ઉપર પણ સ્પૃહા વિનાનો છું, રાગદ્વેષથી મુકાયેલો છું અને સમતારૂપ જળમાં ડૂબેલો છું, તોપણ ચૈત્યના પાલન માટે અને પ્રાણીઓના રક્ષણ માટે રાગ-દ્વેષ વિના પણ હું આને શિક્ષા કરું જ્યારે આજે શ્રી વાલી મુનિવરની અપેક્ષાએ નિ:સંગતાનું ઠેકાણું નહિ, શરીરની મમતાનો પાર નહિ, રાગ-દ્વેષની મર્યાદા નહિ અને સમતાનું નામ નિશાન નહિ, છતાં શાસનસેવાના સમયે, ધર્મના રક્ષણ સમયે અને સત્ય વસ્તુ સ્વરૂપના પ્રકાશન સમયે સમતાની અને રાગ દ્વેષની તથા શાંતિ આદિની વાતો જેઓ કરે છે, તેઓ આ પ્રભુશાસનની દૃષ્ટિએ તો ખરેખર જ દયાપાત્ર ઠરે છે. આવા પ્રસંગો પણ જો જાગૃત ન કરે, તો કહેવું જ જોઈએ કે વસ્તુત: શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલો મોક્ષમાર્ગ બરાબર પચ્યો જ નથી. શ્રી વાલી મહારાજાની વિચારણા એકેએક શાસનપ્રેમી આત્માને 'પોતાની ફરજનું ભાન કરાવે તેમ છે.' રાગ દ્વેષ વિના પણ, તીર્થરૂપ ચૈત્યના અને પ્રાણીઓના રક્ષણ માટે આ રાવણને શિક્ષા કરવી જોઈએ.' આ પ્રમાણે વિચારીને
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy