SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કપરું છે. પણ જિનશાસનના ભાવાચાર્ય ભગવંતો શુદ્ધ પ્રરુપક ગુણના પ્રભાવે આ કાર્ય કરી શકે છે, કરી રહ્યાં છે અને કરતાં રહેશે. શ્રી દ્વાદશાંગીના આધારે રચાયેલાં અનેક પ્રાચીનતમ ગ્રંથો, છેલ્લા ૪૦૦૫૦૦ વર્ષમાં વિવિધ ભાષાઓમાં થયેલી સુવિહિત મહાપુરુષોની રચનાઓ, એ જ પરંપરાને જાળવીને થતી-થયેલી અર્વાચીન રચનાઓ એની સાક્ષી છે. ઉપદેશગ્રંથો તેના અદ્ભુત દૃષ્ટાંતો છે. “જૈન રામાયણ : રજોહરણની ખાણ” આ પ્રવચનગ્રંથનું સંપાદન એ એક ભગીરથ કામ છે. એ કામ કરતાં સતત જે સંવેદના અનુભવી છે એને વાર્ણવવા શબ્દોનો સાગર છીછરો લાગે તેમ છે. “જીવન જીવવાની અને મજેથી મરવાની કળા” આ ગ્રંથે આપી છે. હર્ષ-શોકની લાગણીઓ કે મિશ્ર લાગણીઓના અવસરે સાગરની ગંભીરતાનો સાદ આ પ્રવચનોમાંથી સંભળાયો છે. શત્રુ-મિત્રમાં સમવૃત્તિ એ તો પર્વતની ટોચ છે. પણ એની તળેટીને સ્પર્શવાની ભૂમિકાને ક્ષણે-ક્ષણે સંવેદાય છે એ પ્રભાવ આ પ્રવચનોનો જ છે. શાસ્ત્રવચનોનો માર્ગાનુસારી અર્થ કરવાની કળા આ પ્રવચનોના શ્રોતા કે વાંચકને હસ્તગત ન થાય તે બનવું પ્રાય: સંભવિત નથી. ધર્મ કરનાર ધર્મકાર્યની સફળતા માટે તેવા લક્ષ-પક્ષવાળો હોય, ધર્મના વિરોધીઓ અને ધર્મ નહીં કરી શકનારાઓ વચ્ચેનો ભેદ : ધર્મગુરુઓનું જૈન શાસનમાં સ્થાન, દીક્ષા-બાળદીક્ષા-વૈરાગ્ય આદિ તાત્વિક અને શાસ્ત્રીય પ્રશ્નોની છણાવટ આદિ બધું જ આ પ્રવચનોમાંથી સ્વાદુ: સ્વીવુડ પુર: પુર:' મળે તેમ છે. “જૈન રામાયણ” ના આ પ્રવચનો સકતાગમ રહસ્યવેદી જ્યોતિષમાર્તડ પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજાની ધર્માધ્યક્ષતામાં અને સિદ્ધાંત મહોદધિ પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રેમવિજયજી ગણિવરશ્રીના સાનિધ્યમાં પૂ. મુનિશ્રી રામવિજયજી મહારાજે વિ.સં. ૧૯૮૫-૮૬ના મુંબઈ લાલબાગભૂલેશ્વરના ચાતુર્માસ દરમિયાન કર્યા હતા. અર્થાધિકારે શ્રી આચારાંગસૂત્રની ચાલતી પ્રવચનધારા અને ભાવનાધિકાર જેનરામાયણની પ્રવચનધારા માટે નીચેના શબ્દો આપણી સંવેદનાને ઝંકૃત કરે તેવા છે.
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy