SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ જે વનમાં સિંહ વસતો હોય તે સ્થાનમાં જેમ હાથીઓ નથી વસી શકતાં, તેમ તમે મારી હયાતીમાં આ પૃથ્વીના રાજ્યને ભોગવી શકતાં નથી. તે કારણથી – " तदाऽऽदास्ये परिव्रज्यां, शिवसाम्राज्यकारणं વિશ્વઘાયાં તુ સુગ્રીવો, રાનાસ્ત્વાનાઘરસ્તવ ઙ" ‘હું તો મોક્ષરૂપી સામ્રાજ્યની પ્રાપ્તિમાં કારણભૂત એવી પ્રવ્રજ્યા-દીક્ષાને અંગીકાર કરીશ અને કિષ્કિંધા નગરીમાં તમારી આજ્ઞાને ધરનાર સુગ્રીવ રાજા હો.' આ ઉપરથી પ્રભુશાસનને પામેલા પુણ્યશાળી પુરુષો અપૂર્વ કૃતજ્ઞતાનું દર્શન કરાવવા સાથે, પોતાનું બળ કેવી રીતે બતાવે છે અને તેનો સદુપયોગ કેવી રીતે કરે છે, એ ખાસ સમજવા જેવું છે. સાચા બળવાન જ તે છે કે જેઓ પોતાના જ બળથી નિર્બળોને ખોટી રીતે દબાવતા નથી અને પોતે તેના દુરુપયોગથી સદાય ડરતા રહે છે. જેમ શ્રી વાલીથી રાવણ હાર્યા, તેવી જ રીતે પૂર્વે શ્રી બાહુબલીજીથી ભરત મહારાજા હાર્યા હતા અને જેમ તે સમયે શ્રી બાહુબલીજી પણ દીક્ષા લેવા તૈયાર થયા હતા, તેમ અહીં શ્રી વાલીમહારાજા પણ સંયમધર થવાની જ પોતાની ભાવના વ્યક્ત કરે છે. ખરેખર, આવા પરાક્રમી ચરમશરીરી પુણ્ય પુરુષો જો રાજ્યપિપાસુ બને, તો ભયંકર અવ્યવસ્થા ઉત્પન્ન થયા વિના રહે જ નહિ અને આજ કારણે એવું અતિશયવંતુ બળ તેવા નિ:સ્પૃહ અને વિરક્ત પુણ્યપુરુષો સિવાય પ્રાય: અન્યને મળી શકતું નથી. આથી એ પણ સ્પષ્ટ છે કે બળનો ઉપયોગ પુણ્યશાળી આત્માઓએ પૌદ્ગલિક સુખોની સાધનામાં કરવા કરતાં, આત્મિક સુખની સાધનામાં કરવો એ જ શ્રેયસ્કર છે. જણાવી દીધું કે ૧૦૧ દીક્ષાનો સ્વીકાર આપણે જોઈ ગયા કે શ્રી વાલીમહારાજાએ રાવણને સાફ-સાફ ܐ રાક્ષશવંશ અને વાનરવંશ શ્રી રાવણ અને ધર્મભાવ...૪
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy