SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ' त्वया विना वीर ! कथं व्रजामी, गृहेऽधुना शुन्यवनोपमाने । ગોષ્ઠિસુરતું વેન સહાવરામો, મોયામઢે ન સહાય વળ્યો ! (૧૫) ‘હે વીર ! તમારા વિના અમે શૂન્ય વનની ઉપમાવાળા ઘરમાં હવે કેમ કરીને જઈએ, અને હે બન્ધો ! હવે અમે ગોષ્ઠિસુખને કોની સાથે આચરીએ અને ભોજ્ન પણ કોની સાથે કરીશું ? આ રીતનો વડીલબંધુનો વિલાપ ચાલુ છતાં ચાર જ્ઞાનના ધણી ભગવાન ચાલ્યા જાય છે પાછું પણ જોતા નથી. સાક્ષાત્ તીર્થંકરદેવ છે હો! નિર્દયતાનો આરોપ મૂકવાની મૂર્ખતા ન કરતા. ખુદ તીર્થંકર દેવના દીક્ષા પ્રસંગે પણ રોનારા હોય છે. આ વખતે રોતા શ્રી નંદીવર્ધનને શાંત કરવા માટે ભગવાને પાછું ફરીને જોયું હોત તો શું થાત ? એ જ કે મોહ વૃદ્ધિ પામત. મોહમાં મોહસામગ્રી મળે તો મોહ અધિક થાય, એમાં આશ્ચર્ય શું છે ? પણ ભગવાન તેમ કરે જ શાના ? જ્યાં ભોગજીવન ચાલે, ત્યાં ત્યાગજીવનની પીઠિકા બાંધવી જોઈએ ને ? ભોગજીવન ચાલે, ત્યાંએ ત્યાગના છાંટા તો છાંટવા જ જોઈએ અને ઉપસંહાર તો ત્યાગમાં જ લાવવો જોઈએ. ધર્મકથા કરનાર ધર્મગુરુ પર તો એ જોખમદારી છે. એ તાકાત હોય તો જ ઉપદેશ દેવો, નહિ તો ધર્મકથાના ઉપદેશનો ઢોંગ કરવો જોઈએ નહિ. દુનિયા તો પોતાને ઇચ્છતું લેવા આવે છે, માટે ઉપદેશકે પૂરતી કાળજી રાખવી. પછી સામાનું જેવું ભાગ્ય ! જ્યારે શ્રી શાલિભદ્રે માતા પાસે સંયમની આજ્ઞા માંગી, ત્યારે માતાને એવી મૂર્છા આવી કે અંગોપાંગનાં આભૂષણો પણ તૂટી ગયાં. જોરથી અવાજ થયો. આ બધું શ્રી શાલિભદ્ર જુએ છે. દાસી આવીને માતાને છંટકાવ વિગેરે કરે છે, પણ શ્રી શાલિભદ્ર તો ઊભા ઊભા જોયા જ કરે છે ખસતાયે નથી. જે શ્રી શાલિભદ્ર માતાને જોતાં જ ઊભાં થતાં, હાથ જોડતા, પગે પડતા, વિનય કરતા, તે આજે પડેલી માતાને પવન પણ નાખતા નથી. પણ તેથી ભક્તિ ચાલી ગઈ એમ નહિ ! તે ૬૭ રાક્ષશવંશ અને વાનરવંશ ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઈઅ ?...૩
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy