SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કર જૈન રામાયણ ૪ 'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જ રજોહરણની ખાણ° લગ્નમહોત્સવમાં ખામી હોય? પ્રભવ ચોર કે જે પાંચસો ચોરોનો માલિક હતો. ક્ષત્રિય બચ્ચો હતો, એને એમ થયું કે આજે ચોરી કરવાની મજા આવશે. એ લાગ જોઈ જંબૂકુમારના દીવાનખાનામાં પેઠો. જંબૂકુમાર આઠની સાથે વાર્તાવિનોદ કરે છે. પ્રભવ પાંચસોને લઈને પેઠો. એની પાસે બે વિદ્યા હતી તાળાં ઉઘાડવાની અને માણસોને ઉઘાડવાની. જંબૂકુમાર પર એ વિદ્યાની અસર ન થઈ. એમણે પ્રભવને કહ્યું કે “જો ! હું હજી જાગું છું. જોકે મારે કશું જોઈતું નથી, સવારે તજીને નીકળનાર છું. પણ અત્યારે તો બેઠો છું માટે ચેતાવું છું કે જાગતો છું. પ્રભવ ચોર સ્તબ્ધ થાય છે. પ્રભવ વિચારે છે કે આ પોતાની માલિકીની બધી સાહાબીને મૂકે છે અને હું વગર માલિકીની ચીજ લેવા આવ્યો છું. ક્ષત્રિય હું કે આ ? એ વાણીઓ અને હું ક્ષત્રિય !' પ્રભાવ પૂછે છે પણ પેલી દેવાંગના જેવી આઠ સ્ત્રીને મૂકાય?' જંબૂકુમાર કહે છે કે ‘હા, મુકાય.’ પ્રભવ ઊભો રહે છે. પેલી આઠે સ્ત્રીઓએ ઘણો વાદ કર્યો. છેવટે કહ્યું કે 'તમને પ્રેમ નહોતો, ત્યારે પરણ્યા શું કામ?' જંબૂકુમારે કહ્યું મને તો પ્રેમ નથી, પણ તમને પ્રેમ હોય તો હું કરું તેમ કરો !” પેલી આઠે કહે ‘તૈયાર છીએ. પ્રભવ કહે હું પણ તૈયાર છું.' પેલા પાંચસો કહે “અમે પણ તૈયાર છીએવહેલી સવારે મા-બાપે પૂછ્યું કેમ ? જંબૂકુમાર કહે ‘તૈયાર છું. મા-બાપ કહે ‘એમ! તો અમે પણ તૈયાર. આઠ સ્ત્રીઓના મા-બાપ પણ તૈયાર ! પુણ્યાનુબંધી પુણ્યનો યોગ આવો હોય. શ્રી જંબૂકુમારે આ રીતે પાંચસો સત્તાવીસની સાથે દીક્ષા લીધી. પૂર્વે બાંધેલા પુણ્યયોગે બધી ભોગસામગ્રી એકત્રિત થતી જાય છે. એ સમજાઈ ગયું કે પુણ્યાનુબંધી પુણ્યને પણ જરૂરી માનનારો આત્મા, એ પુણ્યથી મળેલા ભોગને તો હેય જ માને. પુણ્યાનુબંધી પુણ્યની જરૂર શા માટે ? એ જ માટે કે એ વળાવું છે. સંસાર અટવીને લંઘવા પુણ્યાનુબંધી પુણ્ય, એ વળાવાનું કામ કરે છે. યોગ્ય માર્ગ સુધી પહોંચાડે. આપણે સ્થાને પહોંચવાની તૈયારી થાય, એટલે એના યોગે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy