SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નં જે જે ૫-૬ = છે भाग सर्ग નામ ૧-૨-૩ રાક્ષસવંશ અને વાનરવંશ. ૪ રામ-લક્ષ્મણને સીતા સીતા અપહરણ ૭-૮/૧ લંકાવિજય ૮/૨ ઓશીયાળી અયોધ્યા સીતાને કલંક ૯-૧૦ રામ નિર્વાણ આ મુખ્ય વિષયોને સુચવનારા નામાભિધાન છે. ઠેર-ઠેર અવાંતર વિષયોપ્રસંગો અને સાંપ્રત સમસ્યાઓના પ્રત્યાઘાતોમાં પ્રવચનકારમહર્ષિનું હૃદય વાંચવા મળે છે. (ભાગ-૧ કલિકાલ સર્વજ્ઞશ્રી જેવા સમર્થ શાસ્ત્રકારપરમર્ષિ મહાપુરુષે લાલિત્યભરી સાહિત્યિક ભાષામાં શ્રી ત્રિષષ્ઠિના ૭મા પર્વના ૧૦ સર્ગમાં ૮મા પ્રતિવાસુદેવ શ્રી રાવણ, બલદેવ શ્રી રામચન્દ્રજી અને વાસુદેવશ્રી લક્ષ્મણજી આદિની જીવનકથાને વર્ણવવા દ્વારા જૈનોની આગવી અદ્ભુત અને સદ્ભત રામાયણને રજૂ કરી છે. મુખ્યતયા તેના આધારે સમર્થ પ્રવચનકાર મહર્ષિ પરમગુરુદેવશ્રીએ શ્રીજૈનશાસનના કથાનુયોગની શાસ્ત્રશૈલીને ધ્યાનમાં રાખીને ફરમાવેલાં આ પ્રવચનો વીશમી-એકવીસમી સદીનું નવલું નજરાણું છે." ‘જેન રામાયણ : રજોહરણની ખાણ'ના ૭ભાગમાંનો આ પ્રથમ ભાગ ‘રાક્ષસવંશ અને વાનરવંશ'ના નામે પ્રગટ થઈ રહ્યો છે. આ પ્રથમ ભાગમાં ત્રિષષ્ઠિપર્વ-૭ના પ્રથમ ત્રણ સર્ગ-ઉપરના પ્રવચનોનો સમાવેશ કર્યો છે. બીજા તીર્થપતિશ્રી અજીતનાથપ્રભુના શાસનકાળમાં થયેલા શ્રી ધનવાહન રાજાથી રાક્ષસવંશના બીજ રોપાયા હતા. તે રાક્ષસવંશની રોમાંચક ઉત્પત્તિ રાક્ષસવંશની વીર-પરંપરા અને રાવણ જન્મ સુધીનું વર્ણન કરતાં રાક્ષસવંશ અને વાનરવંશની ઉત્પત્તિ અને રાવણનો જન્મ' નામના પ્રથમ સર્ગના પ્રવચનોમાં શ્રી જૈનશાસનની પરંપરા અને વિશિષ્ટતા, ધર્મશૂર બનવા શું કર્મચૂર બનવું જરુરી છે ? વિગેરે અનેક જરુરી વાતોનું સ્વર્ગીય પરમગુરુદેવશ્રીનું પ્રતિપાદન શ્રોતાવર્ગને અને વાચકવર્ગને મત્રમુગ્ધ કરે તેવું છે. ‘દશાનન' નામકરણ, ભાઈ-બહેનોનો બાલ્યકાળ, માતા કૈકસીની ઉશ્કેરણી, રાવણ આદિની વિદ્યાસાધના અને સિદ્ધિ : દુન્યવી સાધના અને આત્મસાધના, પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ, શ્રી રાવણનો ધર્મરાગ, વીરવર શ્રી વાલી, તેમનો વિવેક, રાજર્ષિશ્રી વાલિ, રાવણની પ્રભુભક્તિ, સમ્યગ્દષ્ટિ આત્માની કર્તવ્યનિષ્ઠા, હિંસાત્મક યજ્ઞની ઉત્પત્તિનો ઇતિહાસ, શ્રી રાવણની કુલવટ,
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy