SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિપાત કરતાં તથા ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાય જોતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે તે ઉપર્યુક્ત સ્તૂપ ધર્મનાંજ છે. આ સિહપને જ માત્ર બદ્ધધર્મનો ઠરાવવા માટે શું આધાર છે? (જોકે હવે તેને પણ જૈન ધર્મને ઠરાવાય છે.)” પ્રા. ભા. ભા. ૩. પૃ. ૨૪૫. હવે લેખકે લાયન કેપિટલ-સિહ ધ્વજની તમામ હકીકત લખવામાં પ્રાચીન અર્વાચીન વિદ્વાનોનાં પુસ્તક વાંચ્યા હોય કે પિતે કાંઈ તપાસ કરી હોય; બીજા વિદ્વાનનાં મંતવ્ય ઉપર વિચાર કર્યો હોય કે શિલાલેખની હકીકત પણ વાંચી હોય એવું તેના અંદરના એકે અક્ષરથી દેખાતું નથી, એટલું જ નહીં નિરંકુશ બનીને કલ્પના ઉપર કોઈ પણ કાબૂ રાખ્યાવગર અકાંડતાંડવ કર્યું છે. પ્રતિષ્ઠિત એક પણ વિદ્વાનનું નામ નિશાન કે પ્રમાણ આપ્યું નથી. ક્યા વિદ્વાને તે સિંહધ્વજને બુદ્ધનો નથી એમ કહે છે કે તેમણે બતાવવું જોઈતું હતું. લેખકને શિલાલેખની લિપિ કે ભાષા તો ઉકલી નથી પણ તેના ઉપર લખાયેલા અંગ્રેજીહિન્દી પુસ્તક કે અનુવાદ ઉપર પણ ધ્યાન આપ્યું નથી. પ્રતિષ્ઠિત ને અભ્યાસી બધા વિદ્વાને તેને બોદ્ધસ્મારક તરીકે ઓળખાવે છે. છેલ્લામાં છેલ્લી શોધખોળ કરનાર ડૅ. ટીન કેનેએ પણ તે બોદ્ધ ધર્મને હેવાનો નિર્ણય આપ્યો છે. - એક સ્થળે તે તે લેખને બ્રાહ્મી લિપિમાં હોવાનું પ્ર. ભા. પુસ્તકમાં જણાવ્યું છે. ખરી રીતે તે આખો શિલાલેખ ખરેઝી લિપિમાં લખાયેલું છે. ખરેષ્ઠી લિપિ છે કે ભાષા છે તે પણ પુસ્તકના લેખકને ખબર નથી. ક્યાંક ખરેષ્ઠી લિપિ બતાવે છે તો કેઈ સ્થળે ખરેષ્ઠીને ભાષા તરીકે વર્ણવે છે. હૈ. સ્ટીન કે જે નિર્ણય આપે છે તે આ પ્રમાણે છે – We have a pillar, surmounted by an architrave on which two lions couchant are placed back to back, and above them rises an enormous Dharmachakra ... The arrangement seems to have been a very common one, the lions as Supporters of the Dharnucuchakra being symbols of the Buddha, who is often called the lion of the Sakya race. Kharoshthi Inscriptions. P. 30 તે સિવાય હિંદુસ્તાનના અને વિલાયતના વિદ્વાનેનું તે બદલ શું મન્તવ્ય છે તે આ પ્રકરણની સાથે જોડેલા તેમના આ વિષયમાં આવેલા કાગળો–પત્રો ઉપરથી જોઈ શકાય છે અને નિશ્ચિત કરી શકાય છે કે તે શિલાલેખ ક્યા ધર્મનો છે. વળ “ ગ્રાચીન ભારતવર્ષ ” પુસ્તકમાં મહાક્ષત્ર ભૂમક ને મહાક્ષત્રય નહપાન તથા યુવરાજ ખરસ્ત અને મહાક્ષત્રપ રજુલ વિગેરેની હકીકત એટલી અજ્ઞાનપૂર્ણ ને મનઘડંત કપના ભરી આલેખી છે કે તેનું વર્ણન થઈ શકે નહીં.
SR No.022827
Book TitleMathurano Sinhdhwaj
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1938
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy